________________
(૩૬૬)
મહાવીર અને શ્રેણી પિતાએ આપવા માંડેલું રાજ્ય પણ એણે તે ગ્રહણ કર્યું નહિ ને તૃણની જેમ તજીને દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તું રાજ્યમાં આસકત થયેલે પિતાને ખૂની થયે. જગતમાં પાપીમાં પાપી કહેવાય. અરેપાપી માણસો પણ પિતાના માતાપિતાનું તે રક્ષણ કરે છે. તું તે તેનાથીય અધમ છે. કોણ જાણે કે તારે મરીને કયાં જવું છે? નહિતર આવી કબુદ્ધિ તને ન સુઝે, પણ એ તે જેવી મતિ તેવી જ ગતિ.”
અભયકુમારને રાજ્ય આપવા માંડ્યું ને મને કેમ ન આપ્યું? શું રાજ્ય ચલાવવા માટે હું અગ્ય હતો કે મને યાદ ન કર્યો? જ્યારે એમણે મને રાજ્ય ન આપ્યું તે મારે મારી શકિતને ચમત્કાર બતાવ પડ્યો, એમને પિંજરે નાખવા પડયા, કારણ કે એ અભયકુમાર હાલે હતો હું અળખામણે હતા, એમને ?”
તારી આંખમાં કમળ છે તેથી જ તને આવું દેખાય છે. એમને તે તું અળખામણે નહોતો પણ મને તે જરૂર હતે. સમજે. અભયકુમાર પછી તને રાજ્ય ના આપત તે કેને આપત? જરા તે ધીરજ ધરવી હતી ને !”
તને અળખામણે હવે તેનું કારણ?”
કારણ, તું તારા પિતાને શત્રુ હતા. કોઈક દિવસ તું તારા પિતાનું સત્યાનાશ વાળશે એવી મારા મનમાં શંકા હતી. આજે તે તે ખરી કરી બતાવી, તારી નીચતા
તે સાબિત કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com