________________
કાણિક રાજા
(૩૭) “ તને એવી શંકાઓ કેમ થતી હતી કે હું મારા પિતાને શત્રુ છું? ”
ના કેમ થાય. તું ગર્ભમાં આવ્યું ત્યારે જ મને તારા પિતાનું માંસ ખાવાને દેહદ થયે. અક્ષયકુમારની બુદ્ધિથી એ દેહદ જેમતેમ પુરે થયે, પણ એ ગર્ભના પ્રભાવથી મને અનેક દુષ્ટ વિચારો આવવા લાગ્યા, જેથી ગર્ભને પાડવા માટે મેં અનેક ઔષધે ખાધાં, બીજાં અનેક ઉપાયે કર્યા, છતાં ગર્ભ તે પડયે નહિ ને તું વૃદ્ધિને પામે. આખરે એક દિવસે તું કુલાંગારનો જન્મ થયે ને મારે પણ છુટકારે થયે. પિતાના વૈરી એવા તને મેં તરતજ દાસી માતે નગરની બહાર ઉકરડે નંખાવી દીધું.”
“તારા જેવી માતાઓ પણ ખરી. મારા જે સમર્થ પુત્ર છતાં તું મારી ઉપર જરા પણ નેહવાળી ન થઈ. અરે ! કુરમાં ક્રુર માતાઓને પણ પોતાના નિરાધાર બાળકને નથી તજી દેતી. ગરીબમાં ગરીબ અને દુષ્ટ સ્ત્રી ન કરી શકે તે તે કરી બતાવ્યું. ”
તારા જેવા કુલાંગારે જન્મે તે કરતાં ન જન્મે તે સારા. તું જન્મે તો તારા પિતાને નાશ કરનારે થયે. તે શું કુળમાં દીપક પ્રગટાવે?
“હું! કહે તે ખરી, પછી ઉકરડે પડેલા મારું શું થયું?”
“શું થાય? તારા પિતાને ખબર પડવાથી તે તરતજ તને પાછો લઈ આવ્યા ને જીવની જેમ તારૂં રક્ષણ કર્યું માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com