________________
( ૩૪૨ )
મહાવીર અને શ્રેણિક.
નાખ્યા, તે સુભૂમને છ ખંડ વશ કરી આપ્યા. ચક્ર ઉત્પન્ન થયા પછી બીજી સામગ્રી પણ એકઠાં કરતાં વાર ન લાગી. એવી રીતે ખાદી ધડા ભરાય છે અને ભરેલા ઘડા ખાલી થાય છે. એ બધું તફાન કરવાનું કામ સમયને હાથ છે. વિશેષ શુ કહીએ ? જગતમાં પ્રાણી માત્રને સુખી કરવાં કે દુ:ખી કરવાં એ અધુ સમયને હાથ છે.
મગધપતિ શ્રેણિક નરપતિને રાજ્ય કરતાં યુવાની ગઇ, પ્રૌઢાવસ્થાય પણ ગઈ; અને એની પાછળ રહેલી વૃદ્ધાવસ્થા આવી. એમની નજર આગળ એમણે પેાતાના કેટલાય પુત્રાને દીક્ષા માટે રજા આપી. જેમ એમના કેટલાય પુત્રાએ દીક્ષા લીધી હતી તેમ એમની કેટલીક સ્ત્રીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી. તે સિવાય ધન્ના-શાલીભદ્ર જેવા કઈકના મહાત્સવ એમણે ો હતા; છતાં પાતાને દીક્ષા કેમ ઉદય આવતી નથી તેથી તે મુઝાયા હતા. દીક્ષાની હૈયામાં એટલી તે અભિલાષા હતી, પાળવાની શકિત હતી, ગ્રહણ કરવાની આતુરતા હતી. આા“ટલી ખષી ઇચ્છા છતાં ત્યારે કેમ લઇ શકાતી ન હતી ? લેવાના પરિણામ કેમ થતા નહાતા ?
મગધપતિએ અક્ષયકુમાર સિવાય પોતાના પુત્ર પુત્રીને આજ્ઞા કરેલી કે જેમને દીક્ષા લેવાની આકાંક્ષા થાય તેમણે એમની દીક્ષામાં મારી તે અનુમતિ સમજવી. એમણે ફકત એમની માતાઓની કે સ્ત્રીઓની અનુમતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com