________________
પ્રકરણ ૪૨ મું
શ્રેષ્ઠ શું વ્રત કે રાજ્ય સમય સમયનું કામ કર્યું જ જાય છે. કાલ કાંઈ કોઈના માટે ભાત નથી. નવાનું જુનું અને જુનાનું જીણું કરવાને તે એને સ્વભાવ જ છે. જે કામ જગતમાં કોઈ કરવાને શક્તિમાન નથી. માણસે પોતે પણ પિતાનું કામ કરવાને સમર્થ નથી, ત્યારે તે કામ સભ્ય કરી આપે છે. જગતમાં કેટલાંક કાર્યો એવા હેય છે કે પાંચ કારણમાંને ચાર કારણે મળેલાં હોય છતાં હજી કાલસ્થિતિ બાકી હોય. તે તેને તાત્કાલિક ફળ મળતું નથી. સમય અનુકૂળ થાય ત્યાં લગી તેની રાહ જોવી પડે છે. વિશેષ શું કહીએ? ચક્રવતી કે વાસુદેવ પણ તે પણાની પદવીને ભેગવવાને જન્મેલા છે છતાં જન્મીને તરત જ તે પદવી તેમને મળતી નથી. જમ્યા પછી કેટલાક સમય તેમને બળવાન છતાં એમજ નિર્ગમન કરે પડે છે, પણ જ્યારે સમય અનુકૂળ થાય છે, કાળસ્થિતિ પાકી જાય છે ત્યારે વાર લાગતી નથી. તેમજ આઠમા સુભૂમ ચક્રવતીને પરશુરામની
જનશાળામાં ક્ષત્રિીની દાઢાઓથી ભરેલ થાળ તેમની નજર પડતાં જ ક્ષીર થઈ ગયો અને થાળ સહસ્ત્ર આરામય ચક બની ગયું, અને તે જ સમયે તે સુભય ચાવતી કહેવાયા. એ જ ચદે મહા બળવાન પરશુરામને મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com