________________
એ શું વત કે રાજ્ય?
(૩૩)
મેળવવી. એવી જ રીતે ગામમાં પણ એમની એ જ આજ્ઞા હતી કે જેની દીક્ષા લેવાની ઇચ્છા હરો તેમને મગધપતિ પોતે દીક્ષા-મહોત્સવ કરશે. તે સિવાય બીજી સાંસારિક અગવડ હશે તે પણ દૂર કરશે. મગધપતિની આટલી બધી ચારિત્રમાર્ગ તરફ પ્રીતિભકિત છતાં એમને અફસેસ એટલે થતે કે “ હું કેમ દીક્ષા લેતે નથી? મને દીક્ષા લેવાનું મન કેમ થતું નથી?”
કઈ કઈ સમયે મગધપતિને વિચાર આવે ત્યારે તેમને પારાવાર ખેદ થતો હતે. “અરે ! શા માટે મને વ્રત ઉદય આવતું નથી? મેં એવું તે શું કૃત્ય કરેલું છે કે ચારિત્ર લેવાની મને વૃત્તિ-પરિણામ થતા નથી? હું જાણું છું કે સંજમની રૂચિ મને પુરેપુરી છે, તેથી જ હું મારા સ્ત્રીપુત્રાદિકને અનુમતિ આપુ છું, તે સિવાય બીજાઓનાં દીક્ષામહેન્સ પણ હું કરું છું; પણ એમાં મને શું? એ તે જે વ્રત લે તેને લાભ. અરે ભગવાન ! એવા વ્રત લેવાની તીવ્ર મનોભાવના મારી ક્યારે થશે? હવે હું કયાં લગી ધીરજ ધરૂં ? હવે તે હું વૃદ્ધ થઈ ગયા. શાસ્ત્ર કહે છે કે પુત્ર કવચધારી થાય ત્યારે પિતાએ પુત્રને રાજ્ય ભળાવી આત્મસાધન કરવું. મારી નજર આગળ કેટલાય રાજાઓએ રાજ્ય છોડી મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. દશાર્ણ. ભદ્ર રાજા, પ્રસન્નચંદ્ર રાજા, ઉદયન રાજા, શું એમને કમીના હતી? છતાં તેઓ સંસારને ત્યાગ કરી દીક્ષિત
થયા પણ મને કેમ દીક્ષાના પરિણામ થતા નથી? કંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com