________________
(૩૪૪)
મહાવીર અને ગ્રેકિ. નહિ. જોકે મન તે થતું નથી, આ બધું ખાવુપીવું વગેરે છેડવું તે ગમતું નથી, છતાં પણ હવે મારે અવ
સ્થા તરફ પણ જોવું જોઈએ, માટે મારા પુત્રમાંથી એકને રાજ્ય આપી હું મહાવીર ભગવાનના ચરણની સેવા કરૂં. એમ કરતાં મને દીક્ષા ઉદય આવશે તે હું વ્રત ગ્રહણ કરીશ. હવે રાજ્ય કેને આપું? હાં, અભયકુમાર યુવરાજ છે, રાજ્યને વારસ છે માટે એને માથે રાજમુકુટ મૂકી હું મારું આત્મસાધન કરૂં. વળી એ રાજ્ય સંભાળવાને લાયક છે એટલે મારે ચિંતા પણ કરવાની નથી. હું નિશ્ચિતપણે ભગવાનની સેવા કરીશ, મારા આત્માને પાવન કરીશ તેમજ મારા બધા પુત્રોમાં રાજ્ય માટે તે અભયકુમાર જ હકદાર છે એટલે બીજા પુત્રને કલેશ કરવાનું કારણ નથી.” ઈત્યાદિ વિચાર કરતા મગધપતિ શ્રેણિકે એક દિવસ અક્ષયકુમારને બોલાવીને ખાનગીમાં કહ્યું. “વત્સ ! જે રાજ્યભાર સંભાળે તે હું મહાવીરસ્વામીને આશ્રય કરું, માટે આ રાજ્યને તું આશ્રય કર અને મને આ રાજ્યભારમાંથી મુક્ત કર.”
મગધપતિનાં વચન સાંભળી અભયકુમાર ચમક. આપ શું રાજ્યભારમાંથી મુકત થવા ઈચ્છે છે. ?”
હા અને તે બેજામાંથી તું મને મુકત કર, તે હું ભગવાનની સેવા કરૂં. ” મગધપતિએ કહ્યું.
દેવ ! આપનું કહેવું ઠીક છે, પણ હજી જરાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com