________________
(૩ષર)
મહાવીર અને શ્રેણિક પિતાને વીતમયનગર ચાલ્યા ગયે, પણ જ્યાં એની છાવણી હતી ત્યાં બીજી કેટલીક વસ્તી તેમજ વણિકજનને નિવાસ થવાથી ત્યાં ગામ વસી ગયું. દશપુર એ ગામનું નામ પડયું. એ દશપુરનગર પ્રાત રાજાએ વીતભયનગરની પ્રતિમાના ખર્ચને માટે આપ્યું. જીવંતસ્વામીની પ્રતિમા અવંતીમાં રહેવાથી ઉદયન ઉદાસ રહેવા લાગ્યું. પિતાની શક્તિની બહારની દેવિક વાતમાં તે શું કરી શકે? રાજા ઉદાસ રહેવાથી પેલે પ્રભાવતી દેવ પ્રત્યક્ષ થયે અને રાજાને સમજાવ્યું કે-“આ પ્રતિમા પણ પ્રાભાવિક છે, ભક્તિપૂર્વક એની સેવા કરવાથી તે સર્વવિરતિને આપનારી થશે” રાજાને સમજાવી દેવ અદશ્ય થઈ ગયે, ત્યારથી નિરંતર ઉદયન કપિલકેવલીપ્રતિષ્ઠિત તે પ્રતિમાને પૂજવા લાગે.
અન્યદા ઉદયનના મનમાં દીક્ષા લેવાને મરથ થયે. તેને વિચાર જ્ઞાનથી જાણ અમે ચંપાપુરીથી વિહાર કરી વિતલયનગરે સમવસર્યો. રાજા વાંદવાને આવ્યા, વંદન કરી દેશના શ્રવણ કરી દીક્ષા લેવાને ઉસુક થયો. રાજ્ય એ પાપનું કારણ છે એમ સમજીને પિતાના પુત્રને તેણે રાજ્ય આપ્યું નહિ ને પોતાના ભાણેક કેશીને રાજ્ય આપ્યું. પછી એમણે મહત્સવપૂર્વક અમારી પાસે દીક્ષા ગ્રહણ કરી. અનેક પ્રકારનાં તપ કરીને તેમણે દેહને પણ શેષણ કરી નાખે છે. એવા આ ઉદયન રાજા તે છેલ્લા રાજર્ષિ છે” મહાવીર ભગવાને
ઉદયનનું વૃત્તાંત ટુંકમાં કહી બતાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com