________________
સજકુમારી વાસવદત્તા.
( ૩૨૩ )
ભળીને કાઇ જોષીએ કહ્યું કે “ સે યાજન ગયા પછી આ હાચણી પ્રાણ છોડી દેશે. ”
3
હાથણીને તૈયાર કરો. પછી ઉદયનની આજ્ઞાથી હાથણીની બન્ને પડખે તેના પુત્રના ચાર ઘડા ખાંધ્યા. પછી વત્સરાજ, વાસવદત્તા, કાંચનમાલા અને વસંત મહાવત હાથણી ઉપર આરૂઢ થયાં. ત્યાં તેના મહાઅમાત્ય ચાંગાંધરાયણ આવી પહોંચ્યા અને ખેલ્યા ધ ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. ” હાથની સંજ્ઞાથી ચેષ્ટા કરતા મેલ્યા. વેગવતી હાથણી વેગથી ચાલતી કાશીને માગે પડી.
તે પછી આ વત્સરાજ વાસવદત્તાનું હરણ કરી જાય છે' એમ ઉંચે સ્વરે ખેલતા યાગાંધરાયણ ચાલ્યા અને વેગથી ચાલતી હાથણીને જોઇ સર્વ લેકે તે વાત સમજી ગયા; કેમકે ગુપ્તપણે નાશી જઇ ક્ષત્રીએ પેાતાનુ વ્રત લેાપતા નથી.
બહાર ઉદ્યાનમાં રહેલા પ્રદ્યાત રાજાને કાને વાત પહોંચી ગઇ કે વત્સરાજ દાયન વાસવદત્તાને ઉપાડી ગયા છે. એટલે તે ક્રોધથો ધમધમતા હાથ ઘસવા લાગ્યા.
મહાપરાક્રમી પ્રદ્યોતરાજા અનિલગિરિ હાથીને તૈયાર કરાવી, તેના ઉપર મહાચેાદ્ધાઓને બેસાડી ઉદયનને પકડવાને રવાને ક્રર્યો. પચીશ યેાજન ભૂમિનું ઉલ્લંધન થયું તે વારે નિગિરિ વેગવતીની પાસે આવી પહોંચ્યા. ઉદયને એ ભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com