________________
રાજકુમારી વાસવદત્તા.
(૩૨૧) અનિલગિરિ બંધનસ્થાનથી છુટ થઈ ગયું છે અને તે પકડાતું નથી માટે કેઈપણ ઉપાયે તેને પકડે.”
મહાવતની વાણી સાંભળી રાજા ચિંતામાં પડ્યું. તરત જ એણે અભયકુમારને બેલાવી પૂછયું કે “આ તોફાને ચડેલા હાથીને શી રીતે વશ કરે, તેને ઉપાય કહો.”
ઉદયકુમાર પાસે સંગીત કરી તેથી તે વશ થશે.” અક્ષયકુમારનું વચન સાંભળી પ્રઘાતને ઉદયનને આજ્ઞા કરી. “અનિલગિરિ પાસે જઈને સંગીત કરે.”
ઉદયને વાસવદત્તાની સાથે હાથીની પાસે જઈને ગાયન કર્યું તે ગાયન સાંભળી હાથી સ્તબ્ધ થઈ ગયે એટલે તેને બાંધી લીધો. પ્રદ્યુત રાજાએ પ્રસન્ન થઈને અભયકુમારને બીજું વરદાન આપ્યું તે પણ પૂર્વની જેમ તેની પાસે જ થાપણ તરીકે રહેવા દીધું.
એક દિવસે મહદ્ધિક નગરજને અને અંત:પુર પવિવાહ સહિત પ્રદ્યોત સજા ઉદ્યાનમાં જાતે હતો તે સમયે વત્સરાજને પ્રધાન ગાંધરાયણ પણ પોતાના સ્વામીને છોડાવવાના વિચાર કરતે માર્ગમાં ફરતું હતું. તેને આજ ઉપાય મળી જવાથી તે બુદ્ધિની ગરમી નહિ જીરવી શકવાથી બેલી ઉઠ્યો: “તે સુંદર અંગોપાંગવાળી સ્ત્રીને મારા રાજાને માટે ન લઈ જાઉં તે હું ગાંધરાયણ પણ નહિ” કારણ કે જેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com