________________
રાજમારી વાસવદત્તા.
(૩૨૯) પિતાને કાણું કહેવાથી અવંતીપતિની કુમારીએ કેપ પામીને કહ્યું કે, “ અરે કેઢીયા ! જરા સંભાળીને તે બોલ. પિતાની જાતને કુષ્ટિપણું છે એ તે જેતે નથી ને મને મિથ્યા કાણું કહે છે?”
રાજકુમારીનું વચન સાંભળી વત્સરાજે વિચાર્યું. “ જેવી આ કાણી છે તે જ હું કુષ્ટિ છું, માટે બન્નેની વાત છેટી જણાય છે તે અવશ્ય હું એને જે.” એ વિચાર કરી ચતુર ઉદયને બન્નેની વચમાં રહેલા પડદે દૂર કર્યો, તે વાદળમાંથી મુક્ત એવી નિર્મળ ચંદ્રલેખા સમી વાસવદત્તાને જોઈ. વાસવદત્તાએ પણ ફીટેલ આંખે સર્વાગ સુંદર ઉદયનકુમારને જે. બન્ને સુંદર હતા, યુવાન અને રસ સરિતામાં સુલવાને આતુર હતાં. એક બીજાને જોઈને જાણે ખુશી થયા હોય તેમ અરસ્પર મંદ સ્મિત કર્યું. એ મિત એમના અનુરાગમાં વૃદ્ધિ કરનારું થયું. સર્વાગ સુંદર ઉદયનકુમારને જઈ પ્રતકુમારી બોલી. “હે સુંદરી, મને ધિક્કાર છે કે મારા પિતાના કુટ વચનમાં વિશ્વાસ રાખી હું ઠગાઈ ને આ પને જોવાની પણ મેં ઈચ્છા કરી નહી.”
“ બાળા ! તારા પિતાએ તેને જેવી રીતે ઠગી છે તેમ મને પણ તું કાણું છે માટે તારૂં મેં મારે જેવું નહિ એમ કહીને મને પણ ઠગે છે. ઠીક થયું કે, આજે
એ શમ બધા દૂર થઈ ગયા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com