________________
રાજકુમારી વાસવદત્તા.
(૩૧૭) વત્સરાજને પકડી બાંધી લીધે. એકાકી નિ:શસ અને વિશ્વાસી ઉદયનને ઘેરી લીધે પણ તેણે કાંઈ પરાક્રમ બતાવ્યું નહિ.
સુભટેએ ઉદયનને માલવપતિની આગળ હાજર કર્યો. માલવપતિએ તેને કહ્યું. “જે મારે એક આંખવાળી પુત્રી છે તેને તમે તમારી ગાંધર્વવિદ્યા શિખવો. તેને અભ્યાસ કરાવશે તે સુખે મારા ઘરમાં રહી શકશે અન્યથા કારાગ્રહ તૈયાર છે. બેલે શું પસંદ છે?”
પ્રત રાજાનું વચન સાંભળી ઉદયન વિચારમાં પડે. “ હાલમાં તે કન્યાને અભ્યાસ કરાવવાવડે જ મારે કાલ નિર્ગમન થાઓ. આગળ પડશે તેવું દેખાશે. જીવતે નર ભદ્રા પામશે.”
તે પછી પ્રત રાજા અંતઃપુરમાં ગમે ત્યાં પતાની પુત્રી વાસવદત્તાને પોતાની પાસે બોલાવીને કહ્યું. “વત્સ! તારે માટે શિક્ષકની શોધ કરી છે, તે આવતી કાલથી તને સંગીત શીખવશે, પણ પ્રત્યક્ષ તું એને જેતી નહી કારણ કે એ કેઢી છે તેથી તેને એને ચેપ ન લાગે માટે પડદામાં રહીને શીખજે.” વાસવદત્તાએ પિતાનું વચન અંગીકાર કર્યું.
, વત્સરાજ ઉદયને રાજબાળાને ગાંધર્વ વિદ્યા શીખ
વવા માંડી. પ્રાત રાજાએ એક બીજાને ઠગેલાં હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com