________________
રાજકુમારી વાસવદત્તા.
(૩૧૫) રાજાને અંગારવતી રાણીથી ઉત્પન્ન થયેલી વાસવિદત્તા નામે કુંવરી હતી. યૌવનવયમાં આવેલી કુંવરી સર્વ કળામાં પ્રવીણ થઈ ગઈ, પણ માત્ર યોગ્ય ગુરૂ વગર સંગીતકળા તેની અધુરી રહી ગઈ. તેને માટે એગ્ય શિક્ષકની તપાસ કરવાને રાજાએ પ્રધાને કહ્યું: “આ બાળાને સંગીત શીખવનાર ગુરૂ કેણ થશે ?”
“ જાણે ગંધર્વની બીજી મૂતિ હોય તેવો કોશંબી નગરીને ઉદાયન રાજા છે તે સંગીતમાં પ્રવીણ છે. તે આ બાળાને બરાબર શીખવી શકે ? બહુશ્રુત મંત્રીએ કહ્યું.
પણ એ રાજાને અહીયાં લાવે શી રીતે ? યુદ્ધ કરી એને પકડી લાવે બીજું શું ? તે સિવાય બીજો રસ્ત તે જણાતું નથી.” રાજાએ કહ્યું.
વિના કારણે યુદ્ધ કરી અનેક જીની હિંસા કરવી તે ઉચિત નથી, પણ તેને અહીયાં લાવવા માટે એક યુકિત કરીએ.”
છે અને તે યુક્તિ?” આતુરતાથી રાજાએ પૂછયું.
ઉદયન રાજા પ્રતિદિવસ વનમાં સંગીત કરવાથી હાથીઓને મેહ પમાડે છે, ને તે જેમ ગીતના ઉપાયથી હાથીઓને બાંધી લે છે તેમ આપણે પણ બાંધીને તેને લાવવાનો ઉપાય છે તે એ કે સાચા હાથીના જે એક કાષ્ટને હાથી બનાવો. તેમાં યંત્રપ્રયાગ કરાવે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com