________________
કપટી શ્રાવિકા.
(૩૦૯) કાંઈ જાણતા નથી. અભયકુમારનું આ બધું ચાતુર્ય છે.” સેગન ખાઈને તેએાએ ખાત્રી કરી આપી.
અભયકુમારે પિતાને ઠગે હોવાથી પ્રવાત રાજા તેના છે ઉપર ઘણે ગુસ્સે થયે, તેમણે રાજસભામાં બીડુ ફેરવ્યું. કે “જે અભયકુમારને બાંધી લાવીને મને સંપશે તેને હું ખુશી કરીશ.” એ બીડું ઝડપવાને કઈ સમર્થ થયું નહિ પણ એક ગણુકાએ તે બીડું ઝડપ્યું. “હે દેવ ! હું એને લીલામાત્રમાં તમારે સ્વાધીન કરીશ.”
“ ગણિકાનું વચન સાંભળી રાજાએ તેને અનુમતિ ' આપી કે તે કામ તું કર. તને જેટલી જોઈએ તેટલી દ્રવ્યની સહાય હું કરીશ.”
પ્રાતની આજ્ઞા પામી ગણિકા ઘેર ગઈ. એણે વિચાર કર્યો કે “ અભયકુમાર બીજા કેઈ ઉપાયથી પકડાશે નહિ, તેથી ધર્મના બહાને હું ડગીને સપડાવું.” - રાજાની સહાયથી દ્રવ્યની મદદ મેળવી, કેઈ બીજી એ યુવાન સ્ત્રીઓની સહાય લઈને ત્રણે જણ સાધ્વી પાસે રહીને જેનના આચારવિચારને અભ્યાસ કરી પ્રવીણ થઈ ગઈ. સાધ્વીની ઉપાસના કરતાં તે ત્રણે ઘણી બુદ્ધિવાળી હોવાથી અલ્પ સમયમાં બહુશ્રત થઈ ગઈ.
તેઓ રાજગહ નગરે આવી નગરની બહારના ઉદ્યાનમાં પિતાને નિવાસ રાખી શહેરમાં ચૈત્ય જુહારવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com