________________
( ૩૧૨ )
મહાવીર અને શ્રેણિક,
સહચરી જેવી છે. એવી સ્થિતિમાં સ્થાને સ્થાને સમ્રુત કરી રાખેલા માણુસા મા તે અભયકુમારને ઉજયની રવાને કરી દીધા.
અભયકુમારની ભાળ નહીં મળવાથી શ્રેણિક મહારાજે તેને શેાધવાને ઠેક ઠેકાણે મનુષ્યા રવાને કરી દીધા. તે શેાધ કરતા પેલી કપટી શ્રાવિકાને ત્યાં આવીને પૂછ્યું, “ અક્ષયકુમાર અહીં આવ્યા હતા તે ક્યાં ગયા ? '
તેણીએ જણાવ્યુ` કે “ હા, અહીં આવ્યા તા હતા, પણ ભાજન કરીને તત્કાળ ચાલ્યા ગયા છે. ” શાષનાર ત્યાંથી બીજે ચાલ્યા ગયા.
તે કપટી શ્રાવિકા પણ ત્યાંથી પેાતાના સરસામાન ઉપાડી રવાને થઇ ગઇ, ને માગ માં અભયકુમારને ભેગી થઈ ગઈ. આવતીમાં આવી પહોંચી, તે વેશ્યાએ ચડપ્રદ્યોતને અભયકુમાર સોંપી દીધા, અને જે ઉપાયથી અભયકુમારને લાવી હતી તેનુ બહાદુરીથી વેશ્યાએ વર્ણન કરી ખતાવ્યું.
પ્રઘાત રાજાએ તેના જવાબમાં કહ્યું. “ તું આ ધર્માંના વિશ્વાસી અભયકુમારને ધર્મના કપટથી પકડી લાવી તે કાંઈ ઠીક કર્યું નહિ. "
તે પછી અક્ષયકુમારને કહ્યું: “ સા વાતા કરનારા તારા જેવા નીતિજ્ઞ પુરૂષને પણ પોપટને જેમ મદારી પકડી લાવે તેમ આ સ્ત્રી પકડી લાવી, ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com