________________
(૩૧૦).
મહાવીર અને શ્રેણિય. માટે ચાલી. દર્શન કરતાં કરતાં એક મંદિરમાં સેવા પૂજા કરી. કપટી શ્રાવિકાએ માલકેશ રાગમાં પ્રભુની સ્તુતિ કરવા માંડી.
બરાબર તે જ સમયે અભયકુમાર તે મંદિરમાં દર્શન. કરવાને આ. પેલી સ્ત્રીની ભાવસ્તુતિમાં વિઘ ન થાય એ માટે ક્ષણવાર તે બહાર ઉભે રહ્યો. તેઓ દર્શન કરીને બહાર નીકળી એટલે અભયકુમારે તેમની સુખશાતા પૂછી. “હે ભદ્રે ! કયાંથી આવે છે ? અને કોણ છે? ”
“ઉજજયિની નગરીના ધનાઢય વ્યાપારીની હું વિધવા છું, અને આ બન્ને મારી પુત્રવધૂઓ છે. કમ સંયોગે તે પણ વિધવા થયેલી છે. તેમણે દીક્ષાની મારી પાસે રજા માગી, પણ મેં કહ્યું કે: “ આપણે સાથે દીક્ષા ગ્રહણ કરીશું પણ હાલમાં તે તીર્થયાત્રા કરવા વડે આપણું દ્રવ્ય સફલ કરીએ.” આમ વિચારી અમે તીર્થયાત્રા કરતા કરતા અહીં આવ્યા છીએ.” પેલી કપટી શ્રાવિકાએ કહ્યું..
“ વાહ! તમારે જે સાધર્મિકને સમાગમ ભાગ્યયોગે જ થાય છે. તમારા દર્શનને લાભ થયે એ ઠીક જ થયું. આ સંસારમાં વિવેકીઓને સાધમી સમાન કેઈ બંધુ નથી. આજે તે તમે અમારાં જ અતિથિ થઈ જાઓ, કારણ કે સાધર્મિકનું આતિથ્ય તીર્થથી પણ અતિ પવિત્ર છે.
અક્ષયકુમારનાં જવાબમાં તે કપટી શ્રાવિકા બેલી. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com