________________
આ તે ચોર કે શાહુકાર ?
(૨૯૯) અભયકુમારે કહ્યું. “જે કે આપણી બુદ્ધિથી તે સપડાઈ ગયો છે, છતાં તેની પાસે મુદ્દામાલ કાંઈ પણ નથી. મુદ્દામાલ વગર કે કોઈ પ્રકારના પ્રમાણ વગર એને ઘેર ગણું શિક્ષા કરવી તે ન્યાય વિરૂદ્ધ છે.” જેથી અભયકુમારે તેને પૂછયું “ તું કેણ છે ? અને કયાં રહે છે. ? ”
“ રાજગૃહી નગરીની સમીપમાં શાલીગ્રામ નામે ગામ છે. ત્યાંને દુર્ણચંડનામે કણબી છું. કંઈ કામ પ્રસંગે આપના શહેરમાં હું આવ્યું હતું, તેટલામાં આપના માણસે એ મને પકડીને આપની પાસે હાજર કર્યો છે. બાકી હું નિર્દોષ છું”
તે માણસનાં આવાં વચન સાંભળી શ્રેણિક મહારાજ સહિત અભયકુમાર વિચારમાં પડયા. શું આ માણસ સત્ય કહે છે તેની ખાત્રી કરવાને સીપાઈઓને શાલિગ્રામે તપાસ કરવાને મોકલ્યા. સિપાહીઓએ શાલીગ્રામ જઈને તપાસ કરી તે ગામલેકએ કહ્યું કે “દુર્ગચંડ નામે કણબી અહીંયા રહે છે, પણ તે ગામ ગયેલે છે.”
સીપાહીઓએ આવીને તે વાત રાજાને કહી સંભળાવી. આહા! સારી રીતે કરાલ દંભ બ્રહ્મા પણ જાણી શક્તા નથી.”
અભયકુમારે ચેરને સપડાવવા માટે બીજી યુક્તિ કરી. તે માણસને ચંદ્રહાસ મદિરા પાઈને મુર્શિત કરી દીધું. પછી તેને દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવી દેવતાના વિમાન જેવા મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com