________________
(૨લ્ડ)
મહાવીર અને ગ્રેણિક રાજ સાથે વૈભારગિરિ ઉપર ગયાં. ત્યાં તે બન્ને મુનિઓ પોષાવડે ઘડેલા હોય તેવા સ્થિર રહેલા તેમના જેવામાં આવ્યા.
પુત્ર અને જમાઈના કષ્ટને જેતી અને તેમનાં પૂર્વ સુખનું સ્મરણ કરી ભદ્રા શેઠાણ મુંઝાઈ ગયેલી એકદમ મૂચ્છિત થઈ ગઈ. વનના મંદમંદ પવનની શિતલ લહેરોથી તેમ જ શ્રેણિક મહારાજના પ્રયત્નથી સાવધ થયેલી ભદ્રા એ મુનિઓનાં કષ્ટ જોઈ વિલાપ કરવા લાગી. હા વત્સ! તમે ઘેર આવ્યા તે પણ મેં અભાગણીએ જાણ્યા નહિ. વિધિ વક થાય છે ત્યારે શું બાકી રાખે છે? અરે ! દીક્ષા લેવા છતાં પણ મને આશા હતી કે કઈ કઈ દિવસે હું તમારું દર્શન પામીશ કૃતાર્થ થઈશ. તમે તે મારો એ મને રથ પણ વ્યર્થ કરવા બેઠા. અરે ! હું શું કરું ? કયાં જાઉ? મારું હૃદય કઠેર છે કે તમારું આવું કષ્ટ છતાં હું જોયા કરૂં છું.”
એ મુનિને વંદી વિલાપ કરતી ભદ્રા શેઠાણીને સમજાવીને શ્રેણિક મહારાજે શાંત કરી. ખેદ ચિત્તે શેઠાણી, પિતાને સ્થાનકે ગયાં રાજા પણ ગયે. ને બન્ને મુનિએ પણ કાલ કરીને સવોર્થસિદ્ધ વિમાને ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com