________________
હના શાલિભદ્ર.
(૨૫) - શાલીભદ્રનાં વચન સાંભળી પ્રભુ બેલ્યા. “વત્સ ! એ દહી વહરાવનારી પૂર્વભવની તારી માતા ધન્યા જ હતી.” એમ કહી ભગવાને એને પૂર્વ ભવ કહી સંભળાવે.
સંસારના આવા નાટથી જેની મહમૂછ ટળી ગઈ છે એવા શાલિભદ્ર મુનિ ગોચરી કરી, અણુશણ કરવાને તૈયાર થયા. ભગવાનની આજ્ઞા લઈ શાલિભદ્ર મુનિ ધન્ય મુનિની સાથે વૈભારગિરિવર ઉપર ગયા. ત્યાં શિલાતલ ઉપર પ્રતિલેખન કરી બન્ને મુનિઓએ પાપગમ અનશન અંગીકાર કર્યું.
શાલિભદ્રની માતા અને શ્રેણિક રાજા ભગવાનને વાંદવાને આવ્યા. ભગવાનને વાંદીને ભદ્રા શેઠાણી શાલિભદ્રને જેવાં લાગ્યાં પણ એ મહામુનિ કયાંય જોવામાં આવ્યા નહિ. ત્યારે પ્રભુને પૂછ્યું. “ભગવાન ! ધન્ય અને શાલિભદ્ર મુનિ કયાં ગયા? તેઓ અમારે ઘેર વહેરવાને માટે પણ ન આવ્યા ?”
ભગવાને કહ્યું. “તે મુનિઓ તમારે ત્યાં વહારવા આવ્યા હતા પણ તમે અહીં આવવાની વ્યગ્રતામાં હોવાથી તમારા જાણવામાં આવ્યા નહિ, ને તેઓ આ તરફ આવતા હતા તે સમયે નગરના દરવાજા આગળ શાલિભદ્રની પૂર્વ ભવની માતાએ ભક્તિથી દહીં વહરાવ્યું, તેના વડે પારણું કરી સંસારથી છુટવાને એ બન્ને મહામુનિઓએ વૈભારગિરિ ઉપર જઈ હમણાં જ અનશન અંગીકાર કર્યું છે.
ભગવાનની વાણી સાંભળી ભદ્રા શેઠાણું શ્રેણિક મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com