________________
પરીચ્છ)
:
ધન્ના શાલિભદ્ર. તમે મને જાગૃત કર્યો તે બહુ સારું કર્યું તથાજથી મેં પણ આઠે સ્ત્રીઓને ત્યાગ કર્યો છેહવે હું ભગવાન પાસે દીક્ષા લેવાને જાઉ છું. ” - પન્નાની આવી વાણી સાંભળીને અને કહેવા લાગી,
સ્વામી ! અમે તે મશ્કરીમાં વાત કરતી હતી. મશ્કરીમાં કરેલી વાત સાચી કરવાની ન હોય.” પણ
મશ્કરીની વાતો પણ હું સત્ય કરી બતાવીશ. મને દીક્ષા લેવામાં તમે વિશ્વ રૂપ હતી તે પણ અનુકુળ થઈ તે હવે મને સંસાર છોડવામાં શી વાર છે? સંસારના પદાર્થો નિરંતર અનિત્ય છે, માટે હું તે હવે દીક્ષા લઈશ.” એમ બેલત ધો શેઠ ઉભે થઈ ગયે.
ધન્નાની દીક્ષા લેવાની ઉત્કંઠા જાણી તેની સ્ત્રીઓ પણ તેની સાથે દીક્ષા લેવાને તૈયાર થઈ ગઈ. ધને શેઠ પિતાની સ્ત્રીઓ સાથે સાતે ક્ષેત્રોમાં ધનને વ્યય કરી તેમજ દીનહીન જનને પુષ્કળ દાન આપી મહાવીર પ્રભુની પાસે દીક્ષા લેવાને આવ્યું, તે સાંભળી શાલિભદ્દે પણ ભગવાનની પાસે આવીને વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે ધન્ના શાલિભદ્ર બહુશ્રત થયા.
ખર્શની ધારા જેવું ચારિત્ર પાળતા અને કિંચિત પણ અપેક્ષા વગર માસ, બે, માસ ત્રણ માસ, ચાર માસની તપશ્ચર્યા કરતા હતા. એવી ઉગ્ર તપશ્ચર્યાથી તેમનાં શરીરનાં હાડ, માંસ, રૂધિર વગેરે શોષાઈ ગયાં હતાં. એકદા વિહાર કરતાં
તેઓ રાજગૃહ નગરે આવ્યા. માસખમણના પારણાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com