________________
(૨૯૪).
મહાવીર અને શ્રેણિક માટે ભિક્ષા લેવા જવાને ભગવાન પાસે આજ્ઞા લેવાને આવ્યા. ભગવાને શાલિભદ્રને ઉદ્દેશીને કહ્યું, “ભદ્ર! આજે તમને તમારી માતાને હાથે પારણું થશે.”
ભગવાનનાં વચન અંગીકાર કરી શાલિભદ્ર ધન્ય મુનિની સાથે નગરમાં ગયા. ફરતાં ફરતાં તેઓ ભદ્રા શેઠાણને ઘેર ગયા. ભિક્ષા માટે ગૃહના દ્વાર પાસે ઉભા રહ્યા, પણ તપસ્યાથી કૃશ અંગવાળા આ મુનિઓ કેઈના ઓળખવામાં આવ્યા નહિ. થોડી વાર ઉભા રહીને તેઓ ચાલ્યા ગયા.
વ્યગ્રચિત્તવાળાં ભદ્રા શેઠાણ વીર ભગવાનને, શાલિભદ્રને ને ધના શેઠને વાંદવા જવાની આતુરતામાં તૈયારી કરી રહ્યા હતાં, જેથી કેઈનું ધ્યાન પેલા મુનિઓ તરફ ગયું નહિ.
શાલિભદ્ર અને ધના મુનિનગરના દરવાજામાંથી બહાર નીકળતા હતા, તે સમયે એક ગોવાલણ ધન્યા નામની સ્ત્રી દહીં, ઘી વેચવાને નગરમાં જતી સામી મળી. શાલિભદ્રને જોતાં એ ગોવાલણના મનમાં અત્યંત પ્રીતિ ઉત્પન્ન થઈ, જેથી ભક્તિથી તેમને વંદન કરી દહી વહોરાવ્યું. મુનિઓ ત્યાંથી આગળ ચાલ્યા ગયા.
શાલિભદ્ર ભગવાન પાસે આવીને અંજળી જોડી કહેવા લાગ્યા. ભગવાન ! આપના કથન મુજબ મારી માતા પાસેથી મને આહાર કેમ ન મલ્યા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com