________________
રત્નકાંબલ.
(૨૯૧) શાલિભદ્રની ભેગસમૃદ્ધિથી વિરમય પામેલા શ્રેણિકે પરિવાર સહિત ભેજન કર્યું. એ ઉત્તમ પ્રકારની રસવતી આગતાં પણ જમનારાઓ પ્રસન્ન થયા.
જમીને સભાસ્થાનમાં આવ્યા. તે ભદ્રા શેઠાણીએ ૨ત્ન જડેલી સુવર્ણની રકાબીમાં પાંચ સુગંધીવાળાં તાંબુલનાં બીડાં લાવી રાજાને આપ્યાં. દિવ્ય અત્તરાદિક વડે સત્કાર કરાવી વિવિધ પ્રકારના આભરણે વડે સર્વેને સત્કાર કરવામાં આવ્યું. આવા વૈભવ ઠકુરાઈમાં પણ ગર્વરહિત ભદ્રા શેઠાણીનો વિનય વિવેક જોઈ રાજા મનમાં ખુશી થયો. જતી વેળાએ રાજાએ પણ ઉચિત થમાં વિવેક કર્યો. “હે ભદ્ર! ? મારાથી તમે કાંઈ જુદાઈ જાણશે નહિ. મારું રાજ્ય, સંપદા સર્વે કાંઈ શાલિભદ્રાનું છે એમજ જાણજો ને મારા લાયક કામ હોય તે અવશ્ય ફરમાવશે. તમારા આત્મીય માફક મને પણ ગણજે.એમ કહી શ્રેણિક મહારાજ પિતાને સ્થાનકે ગયા.
જગતમાં પુણ્ય પણ કેવા પ્રકારનું હોય છે? પુણ્ય તે શ્રેણિક મહારાજનું પણ હતું ને શાલિભદ્રનું પણ હતું, પરંતુ શ્રેણિક મહારાજનું રાજ્યપુછ્યું હતું ત્યારે શાલિભદ્રનું ભેગપુણ્ય હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com