________________
(૨૯૦).
મહાવીર અને શ્રેણિક.. આપે અહીંયાજ ભોજન લેવાની કૃપા કરવી.” રાજાએ તે વાત સ્વીકારી.
ભદ્રા શેઠાણીએ તરતજ રસોઈની તૈયારી કરાવી. રાજાને સ્નાન કરવા માટે સુગંધ યુક્ત જલ તૈયાર કરાવ્યું. તે જળથી રાજાએ સ્નાન કર્યું. સ્નાન કરતાં રાજાના હાથની અંગુલી નિકળી પડી. રાજા તેને આમતેમ શોધવા લાગ્યું.
ભદ્રા શેઠાણીએ દાસીને આજ્ઞા કરી કે “ વાવમાંથી જલ બીજી તરફ કાઢી નાખ એટલે મહારાજની વીંટી ઝટ મળશે.”
- તે પ્રમાણે કરતાં આભરણમાં પિતાની ફીકી જણાતી વીંટી રાજાના જોવામાં આવી, તેથી આશ્ચર્ય પામી રાજાએ પુછયું.
જવાબમાં દાસીએ શાલીભદ્રનાં આ રોજનાં નિમીત્ય આભૂષણે સંબંધી હકીક્ત કહી સંભળાવી, “દેવ ! શાલિભદ્ર રોજ નવાં નવાં આભૂષણે પહેરે છે. તેને બીજે દિવસે નિર્માલ્ય ગણે આ વાપિકામાં ફેંકી દેવામાં આવે છે. એવાં ભેગા થયેલાં આ શાલિભદ્રનાં નિર્માલ્ય આભૂષણે છે.”
શાલિભદ્રની દાસીની વાત સાંભળી રાજા વિચાર કરવા લાગે. “ સર્વથા આ શાલિભદ્રને ધન્ય છે, ને મને પણ ધન્ય છે કે મારા રાજ્યમાં–જેના રાજ્યમાં આવા ધનાઢય અને ભાગ્યશાળી પુરૂષે વસે છે”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com