________________
સંમતિ પરીક્ષા.
(૨૬૯). “ત્યારે એ કુછી શા માટે થયે હતા? ભગવાન” તમારી પરીક્ષા લેવાને તે આવ્યા હતે.""
તેણે પરૂથી આપની આશાતના મરી, તે લેવા થઈને એણે એમ કેમ કર્યું.”
વસ્તુતઃ તે એ પરૂ નહિ પણ ગાશીષ ચંદન વડે તેણે મારા ચરણે અર્ચિત કર્યા હતા. પણ દષ્ટિ મેહથી તમને તે પરૂ દેખાતું હતું.” ભગવાને કહ્યું.
ત્યારે પ્રભુ ! છીંકના સંબંધમાં જુદું જુદું રહસ્ય શું વારૂ? આપ છીંક્યા તે અપમાંગલિક બોલ્યું તે શું ?”
મારી છીંકના સમયે તેણે કહ્યું કે મૃત્યુ પામો એટલે તમે હજી સુધી સંસારમાં કેમ રહ્યા છો? શીધ્ર મોક્ષે જાઓ. અનંત સુખના સ્વામી થાઓ એ તેના કહેવાને આશય હતે. કુમાર માટે કે મારા. એટલે જે તે જીવશે તે ધર્મસાધન કરે ને મરી ગયા બાદ સર્વાર્થસિદ્ધ નામે અનુત્તર વિમાને જશે તેથી એણે એ પ્રમાણે કહ્યું હતું. કાલસૌકરિક માટે તે જીવશે તે પાપ કરશે ને મરશે તે સાતમી તરીકે જશે તેથી જીવ પણ નહિ અને મર પણ નહિ એમ કહ્યું હતું.” ભગવાને ખુલાસો કર્યો.
ત્યારે મને એણે એમ કહ્યું કે ઘણું છે?” રાજાએ પૂછયું.
“તેનું કારણ તમે અહીં જ છે ત્યાં લગી જ સુખ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com