________________
૨૮૬)
મહાવીર અને શ્રેણિક સઘળી રત્નકંબલોને કણ ગ્રાહક થયે?શ્રેણિકે વ્યાપારીઓને પૂછયું.
મહારાજઆપના નગરમાં શાલિભદ્ર નામે શેઠ છે તેની માતા ભદ્રા શેઠાણીએ બધી કાંબલીએ ખરીદી લીધી.”
વ્યાપારીનાં વચન સાંભળી શ્રેણિકના આશ્ચર્યમાં વધારે થ, “શું શાલિભદ્રની માતાએ બધી કાંબલે ખરીદી - લીધી?”
હા, મહારાજ ! મેં માગ્યા લાખ લાખ સુવર્ણ મહોરના દામ આપીને તેમણે ખરીદી લીધી, ધન્ય છે આપની નગરીને કે જ્યાં આવા શાહુકારો વસે છે.”
“આહા! ધન્ય છે મને કે મારા રાજ્યમાં આવા - વ્યવહારીયાઓ વસે છે.” વ્યાપારીઓને વિદાય કરી રાજાએ એક ચતુર માણસને ભદ્રા શેઠણી પાસે કાંબલ લેવાને મેક. તે માણસે ભદ્રા શેઠાણી પાસે આવીને એક રત્નકંબલની માગણી કરી. “ મહારાજ શ્રેણિક આપે ખરીદ કરેલી રત્નકંબલમાંથી એક રત્નકંબલ મંગાવે છે. આપને જે દામ બેઠા હોય તે લે અને એમાંથી એક રત્નકંબલ આપે !”
રાજપુરૂષના જવાબમાં ભદ્રા શેઠાણીએ કહ્યું “રાજાજીને જઈને કહે કે એ કાંબળેના ટુકડા શાલિભદ્રની સ્ત્રીઓને પગ લુછવા આપી દીધા છે, માટે જે એવા જીર્ણ ટુકડાનું આપને
કામ હોય તે લઈ જાવ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com