________________
(૨૪)
મહાવીર અને શ્રેણિક. ઉપર પ્રીતિ છતાં અંગીકાર ન કર્યું, તે પછી મારે સ્વામી તે રાજા, એ મારું વચન કેમ અગીકાર કરે ? હું મરણને ભય બતાવું તેથી શું એ કબુલ થઈ જાય. હવે અહીંયા હું મરી જાઉં તે એનું શું જાય. એને તે અંતપુરમાં મારા જેવી ઘણી રાણીઓ છે. એમના વિલાસામાં મને તે એ સહેજ ભૂલી જાય, અને હું તે મારા જીવની જાઉં માટે હાલમાં તે આ સ્ત્રીને વિચાર એ જ મારે પણ. આહ! આજે જે આ મહાવત અને તેની માશુકને કલહ મારા જેવામાં ન આવ્યા હોત તે ખચીત હું ક્રોધની મારી આપઘાત કરી બેસત ! કારણ કે અવિચારી સ્ત્રી વગરવિચારે આડુઅવળું કરી બેસે છે ને પછી પસ્તાવો કરે છે, અને મારી પણ એ સ્થિતિ થાત, પણ જે થાય તે સારા જ માટે. ” ચેલણ દેવી મનમાં વિચાર કરતી ત્યાંથી પાછી ફરી ને પિતાના સ્થાને ગઈ. એના હૃદયમાં દુઃખ તે ઘણુંય હતું પણ શું કરે. મરવાથી પણ લાભ નહોતું અને જીવતા રહેવાશે તે રાજાની પ્રીતિ પણ પાછી મેળવી શકાશે. વળી ગુસ્સામાં અકાળ મરણ કરવાથી જીવેની કેવી માઠી ગતિ થાય છે. એવા અકાળ મરણે કરીને સારા છે પણ અવગતિમાં ઉતરી જાય છે. હલકી સ્થિતિવાળા વ્યંતર આદિક ચાનીમાં ઉત્પન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com