________________
સમકિત પરીક્ષા.
(ર૭૧) હા ભગવાન ! બચાવો ! મને નરકમાં જતાં કઈ પણ રીતે બચાવે. મારું રક્ષણ કરે.”
તારૂં નરકગમન એ તારે હાથે કરેલી જીવહિંસાનું ફળ છે. એનિકાચિત કર્મ ભગવ્યા વગર તારો છુટકો નથી. ચક્રવતી, વાસુદેવે અરે! અમારા સરખા તીર્થકરો પણ નિકાચિત કર્મો ભોગવ્યા વગર છુટી શકતા નથી. પાપ કરતી વખતે શોક ન થયો ને હવે શા માટે ખેદ કરે છે?” ભગવાને કહ્યું. '
અરે પ્રભુ! નરકમાં જવાનું તે કઈ પણ મન કરે છે? કેઈ પણ બચવાનો માર્ગ બતાવે, કોઈ એ ઉપાય બતાવે કે જેથી મારી નરકગતિ તુટી જાય.”
એ મારાથી કેવી રીતે બની શકે? કર્મો તે જેવાં કર્યા હોય તેવાં ફળ પણ ભેગવવાં જોઈએ. શ્રી નેમિનાથના શિષ્ય ભક્ત અવિરતિ શ્રાવક કૃષ્ણ પણ ત્રીજી નરક પૃથ્વીમાં ગયા માટે જેવાં કર્મ કરેલાં હોય તેવાં અવશ્ય જોગવવાં પડે છે.”
“હા હતાશ! પ્રભુ ! કંઈક તે માર્ગ બતાવે.” શ્રેણિકે આગ્રહ ચાલુ રાખ્યા.
શા માટે આટલે બધે શેક કરે છે? એવાં નિકાચિત કર્મોને અન્યથા કરવાને અમે પણ સમર્થ નથી, છતાં પણ તીર્થકરની ભક્તિના પ્રભાવે તું આવતી ચોવીસીમાં આ જ ભરતક્ષેત્રમાં નરકમાંથી નીકળી મારા સરખી સ્થિતિવાળે પદ્ધ નામ નામે પ્રથમ તીર્થંકર થઈશ. તીર્થંકરપણાની લક્ષમી ગવી શિવલમીને વરીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com