________________
(૨૭૪)
મહાવીર અને શ્રેણિક નંદાદેવીને કુંડલ અને રેશમી વસ્ત્ર મલ્યાની વાત સાંભળી ચેલાએ સભા પાસે તે વસ્તુની માગણી કરી. “હે સ્વામિનું? તે વસ્તુઓ મને અપાવે ?”
ચેલણાનાં વચન સાંભળી રાજા બોલ્યો. “ એ હવે ન બને, તે જ પ્રથમથી હાર પસંદ કરીને લીધે છે. એ મેળા તને ગમ્યા નહિ ત્યારે નંદાને આપ્યા. હવે એને ભાગ્યો એને એ વસ્તુ પ્રાપ્ત થઈ તે હું પાછી લઉં એ નહિ બને. એવી અનીતિ મારાથી કેમ થઈ શકે ? ”
- “મારી ખાતર એટલું કામ તમારે કરવું પડશે. શું તમારી મારા ઉપર આવી શુષ્ક જ પ્રીતિ છે કે આવું નજીવું કામ પણ તમે કરી શકતા નથી ? ”
એ કામ નજીવું નથી, પણ વિરોધ ઉત્પન્ન કરનારૂં છેપરસ્પર કલેશ કરનારું છે. એક ચીજ બીજાને આપ્યા પછી શુદ્ધ માણસ પણ પાછી માગતા નથી તે હું રાજા થઈને પાછી માણું ? વાહ શી તારી શિખામણ!”
“શું ત્યારે તમારે મારી ઉપર આ જ કૃત્રિમ સ્નેહ છે. વાહ બહુ સારે સ્નેહ છે. એના વગર હું ખચીત મરી જઈશ. સમજયા ? " - ” “ તારે ફાવે તે-ગમે તે તું કર, પણ સારી એવી શિખામણ હું કાંઈ અંગીકાર કરીશ નહી.” સજાએ ચોકખું
પરખાવી દીધું. તારી ઉપર મારે એનેહ છે કે નહિ તે કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com