________________
(૨૬૬)
મહાવીર અને એણિક, કલકલ શબ્દ સાંભળવામાં આવ્યા. જેથી શ્રેણિકે ભગવાનને પૂછયું. “ભગવાન ! આ શું થયું?
“યાનમાં સ્થિર રહેલા અને સવાર્થસિદ્ધ વિમાનને રોગ્ય કહેલા પ્રસન્નચંદ્રમુનિને હાલમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. છે. એ કેવલજ્ઞાનને મહીમા કરવાને દેવતાઓ આવ્યા છે. તેમને આ દુંદુભિમિશ્રિત હર્ષનાદ થાય છે.”
ભગવાન ! આપની પછી કેવલજ્ઞાન કયારે ઉચ્છેદ પામશે.” શ્રેણિક નરપતિએ ભગવાનને પૂછયું.
શ્રેણિક ભૂપતિએ ભગવાનને જ્યારે એ વાત પૂછી તે સમયે બધા દેવલોકના ઈન્દ્રને સામાનિક દેવતા પોતાની ચાર દેવીઓ સાથે ભગવાનને નમવાને આવ્યું, તેની તરફ આગલી ચીપીને ભગવાન બેલ્યા. “આ પુરૂષ થકી કેવલજ્ઞાન ઉછેદ પામશે.”
ભગવાનની વાણી સાંભળી શ્રેણિક વિચારમાં પડ્યા. “શું દેવતાઓને કેવલજ્ઞાન થઈ શકે છે કે ભગવાને આ દેવતાને બતાવીને કહ્યું.” પ્રગટપણે શ્રેણિકે ભગવાનને પૂછયું.” ભગવાન! શું દેવતાઓને કેવલજ્ઞાન થાય છે કે?”
દેવતાઓને કેવળજ્ઞાન થતું નથી પણ આ દેવ આજથી સાતમે દિવસે એવી તમારા નગરમાં રૂષભદત્ત વ્યવહારીયાને
પુત્ર થશે. તે મારા શિષ્ય સુધમોને જંબુ નામે શિષ્ય થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com