________________
(૨૬૪)
મહાવીર અને શ્રેણિ રાજર્ષિને ઓળખી એ મહામુનિને વંદતા, વતનીઅનુમોદના કરતા. તેમના ધ્યાનની પ્રશંસા કરતા શ્રેણિક ભગવાન મહાવીર પાસે આવ્યા.
તે - ભગવાન મહાવીરને નમી, વંદન કરી, હાથ જોડી સ્તુતિ કર્યા બાદ મગધપતિ બોલ્યા “પ્રભુ! જ્યારે મેં પ્રસન્નચંદ્રરાજર્ષિને વદ્યા ત્યારે પૂર્ણ ધ્યાનમાં મગ્ન હતા. ભવિતવ્યતા ગે તે સમયે જે તેઓ કાલ કરે તે કયાં જાય? ”
શ્રેણિકના જવાબમાં ભગવાન બોલ્યા “ શ્રેણિક ? સાતમી નરકે જાય ? ”
ભગવાનનાં વચન સાંભળી શ્રેણિક વિચારમાં પડ્યા. “સાધુ નરકે તે જાય નહિ છતાં પ્રભુ આમ કેમ કહે છે? શું મારા સાંભળવામાં કંઈક ભૂલત નથી થતી કે મારા સાંભળવામાં બરાબર આવ્યું નથી. ફરી પૂછીને ખાતરી કરી લેવાદે”
વિચાર કરી ફરીને પૂછયું. ભગવાન ! પ્રસન્નચંદ્રમુનિ આ સમયે કાલ કરે તે મૃત્યુ પામીને કયાં જાય?”
સર્વાર્થસિદ્ધ વિમાને જાય.” ભગવાને કહ્યું
પ્રભુ? આપે બે જુદી જુદી વાત કેમ જણાવી?” શ્રેણિકે પૂછયું.
ધ્યાનના ભેદથી. શ્રેણિક ” “ભગવાન ! જરા સ્પષ્ટતાથી કહે કે એમ કેમ વાર”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com