________________
પ્રકરણ ૩ર મું. '
પ્રસન્નચંદ્ર રાજર્ષિ પિતનપુરના રાજા પ્રસન્નચંદ્ર મહાવીરસ્વામીના ઉપદેશથી બોધ પામીને દિક્ષા ગ્રહણ કરી. મહાવીર ભગવાન સાથે વિહાર કરતાં કરતાં એકલા રાજગૃહ નગરના ઉદ્યાનમાં પધાર્યા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ માર્ગની એક બાજુએ કાયેત્સર્ણપણે આત્મધ્યાનમાં મગ્ન રહી ધર્મધ્યાનમાં લીન થયા. ભગવાનનું આગમન સાંભળી રાજા શ્રેણિક-હાથી ઘોડાદિક ત્રાદ્ધિ સાથે અરિહંતને વંદન કરવાને ચાલે. એના સૈન્યની આગળ સુમુખ અને દુર્મુખ નામે મિથ્યાદ્રષ્ટિ બે સેનાનીઓ ચાલતા હતા. એ સેનાનીઓએ ભગવાન પાસે જતાં માર્ગની એક બાજુ ઉપર પ્રતિમા ધારણ કરીને ઉભા રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા.દુષ્કર તપને તપતા એ મહામુનિ એક પગે ઉભા રહી, ઉંચા બાહ કરીને આતાપના કરતા હતા. સમસ્ત રાજઋદ્ધિ છોડીને કેવલ મોક્ષને જ માટે પ્રયત્ન કરતા એ મુનિને જેઈ સુમુખ નામે સેનાની બોલ્ય. “અહો ! આવી આતાપના કરનાર, દુષ્કર તપ, ક્રિયા અને વિધિ કરનાર આ મુનિને સ્વર્ગ કે મેક્ષ જરાયે દુર્લભ નથી.”
સુમુખનું વચન સાંભળીને કર્મથી અને મુખથી તેમજ નામથી દુષ્ટ એ દર્ભખ બોલ્યો “અરેરે ! એનું નામ લઈશ નહિ. એ તે પિતનનગરને રાજા પ્રસન્નચંદ્ર છે. મોટા ગાડામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com