________________
(૨૪૮)
મહાવીર અને એ કરનારી યુવાની આવી. જેથી એને વરવાને એના સ્વરૂપથી આકર્ષાયેલા ઘણા યુવાને આવ્યા.
શ્રીમતીના પિતાએ શ્રીમતીને આજ્ઞા કરી. “પુત્રી ! આ યુવાનમાંથી તને યોગ્ય લાગે તેને તું અંગીકાર કરી
પિતાનાં વચન સાંભળી શ્રીમતી બેલી. “બાપુ! કાનને અપ્રિય એવું તમે આ શું બોલે છે? હું તે તે વખતે જે મુનીને વરી છું તે જ મારે વર છે!”
“બેટા એ તે સાધુ પુરૂષ, મુનિઓ શું લગ્ન કરે છે? એમણે તે સંસારનો ત્યાગ કરે છે. સંસારના ત્યાગીને સંસારીવાસના ન હાય.”
હેય, કે ન હેય. પણ આ ભવે તે તેજ મારા વર છે. તે સિવાય બીજા બધા મારે ભાઈ-બાપ સમાન છે. પિતાજી! આપને હું એ સત્ય વાત કહું છું.”
એ સાધુ પુરૂષ! એમનું નતે ગામ, કે નતે કામ કે કેકાણું, તું એમને કયાંથી મેળવીશ. એ મુનિને આજ કેટલાંક વર્ષો થઈ ગયાં, તેમને તું ઓળખશે પણ કેવી રીતે ?
પિતાજી જે વખતે મેઘગર્જના થઈ, તે વખતે હું તેમના ચરણમાં વળગી પડી હતી. ત્યારે તેમના ચરણમાં એક ચિન્હ મારા જેવામાં આવ્યું હતું, તે ચિન્ડવડે હું તેમને
ઓળખી કાઢીશ.” શ્રીમતીએ પિતાને કહી સંભળાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com