________________
આઈમાર.
(૨૪) પણ એ મુનિ અહીયાં આવશે ત્યારે ને, અને આવશે તે તને ખબર પણ શી રીતે પડશે કે તું ઓળખશે.”
“ પિતાજી! તે માટે એક રસ્તો છે, અને તે રીતે એજ કે સર્વ મુનિઓને હું જોઈ શકું તેવી તમે શેઠવણ કરો.
પિતાએ પુત્રીના કથનને અનુમોદન આપ્યું અને કહ્યું કે આજથી આ શહેરમાં જે મુનીઓ આવે તેમને તારે સ્વયમેવ ભીક્ષા આપવી.” એમ કહીને તે પ્રમાણે ગોઠવણ પણ કરી. કારણકે દેવદત્ત માટે શાહુકાર હતા. શ્રીમંત માણસને મહાન કાર્ય કરવું પણ દુષ્કર નથી હોતું તે આવું સામાન્ય કાર્ય કાર્ય કરતાં તે શી વાર?
પિતાની અનુમતિથી શ્રીમતી પ્રતિદિવસ સાધુઓને ભિક્ષા આપવા લાગી, અને વંદના કરતી હતી, વંદના કરતી વખતે મુનિના ચરણ ઉપર રહેલું ચિન્હ જેવાને તે ચુકતી નહિ. બાલા શ્રીમતીને દરરોજને આ કાર્યક્રમ હતે.
પૂરા બાર વર્ષે પાછા આદ્રમુનિ દિગમૂઢ થઈને ભવિતવ્યતાને અંગે વસંતપુર નગરે આવ્યા. શ્રીમતીને ત્યાં વહેરવાને એ મુનિ આવ્યા. વંદના કરતાં તેણીએ પેલું ચિન્હ જોઈ મુનિને તત્કાલ ઓળખી લીધા. “આહા સ્વામી ! આખરે તમે મને મલ્યા. તે દિવસે દેવાલયમાં હું તમને વરી હતી તે તમને યાદ છે. તે દિવસે તે તમે હું બાલક હોવાથી પસીનાના બિંદુની જેમ તજીને ચાલ્યા ગયા હતા, પણ આજે
પાછા સપડાયા છે.” શ્રીમતીએ કહેવા માંડયું. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com