________________
(૨૫૮)
મહાવીર અને શ્રેણિક, પર્યત સંસારમાં રહ્યો, હવે પુત્રના સ્નેહથી બીજા બાર વર્ષ હું સંસારમાં રહીશ; કારણ કે આ સુત્રના બાર આંટા એણે મને દીધા છે તેથી બાર વર્ષ સુધી રહીશ.” આદ્રકુમારે સ્ત્રીને આશ્વાસન આપ્યું.
એ બાર વર્ષ પણ વ્યતીત થઇ ગયા. આદ્રકુમારનું ભેગકર્મ પણ ખલાસ થઈ ગયું. પૂરાં ચોવીશ વર્ષને અંતે એક દિવસ રાત્રિના પાછલા પ્રહરને અંતે તે બુદ્ધિમાન પુરૂષ મનમાં ચિંતવન કરવા લાગ્યો કે-“અહો ! આ સંસારનું નાટક વિચિત્ર છે. આ સંસારરૂપી કુવામાં પડેલા જીવો એ કુવામાંથી બહાર ભાગ્યેજ નીકળે છે. આવા અગાધ કુવામાંથી મેં વ્રતરૂપી દેરીવડે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, પણ પાછું એ વત છેડી દઈ સંસારમાં નિમગ્ન થયે. પૂર્વે મેં એમ મનથી માત્ર વિરાધના કરી હતી તો એથી મને અનાર્યપણું પ્રાપ્ત થયું. જ્યારે અત્યારે તે મન, વચન અને કાયાથી મેં વ્રત ભાંગ્યું છે તો મારું શું થશે ? માટે હજી પણ દીક્ષા ગ્રહણ કરી પાપનું પ્રાયશ્ચિત કરી મારા આત્માને શુદ્ધ કરૂં” ધર્મધ્યાને ચડેલા એ આદ્રકુમારે પ્રાત:કાળે શ્રીમતીને, સમજાવી એનું મન મનાવી, રજા લઈ પિતાને મુનિ વેશ ધારણ કરીને ઘરમાંથી બહાર નીકળ્યા.
વસંતપુરથી રાજગૃહ તરફ જતાં માર્ગમાં પિતાના પાંચસો સુભટેને ચેરીને ધંધો કરતા જોયા. એ સામંતોએ પણ આદ્રકુમારને ઓળખીને ભક્તિથી વંદના કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com