________________
આદ્રકુમાર.
(૨૫૩), મુનિવર? શા માટે આ બાલાને તિરસ્કાર કરો છો.? તમારા ભાગ્યમાં આ બધું લખાયેલું છે. તેથી જ આજે તમને મળે છે. પૂર્વ તમે લઈને અહીયાં આવ્યા છે માટે એ તમારે ભગવ્યા વગર છુટકે નથી. તમે આવા જ્ઞાની પુરૂષ થઈને શા માટે કદાગ્રહ રાખે છે. તમારા વિશે આ બાલા બિચારી નિશ્ચય અકાલે મરી જશે. પણ બીજાને તો નહીજ વરે. વિધિએ એને તમારે માટે જ નિર્માણ કરી છે. જુઓને તમારી ઉપર કેવી એની અખંડ ભક્તિ-પ્રીતિ છે.”
સત્ય છે મુનિવર ! અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે આ બાલાને તમે સ્વિકાર કરે ને અવસરે દીક્ષા લેજે.” નગરના રાજાએ પણ એ મુનિવરને કહ્યું. - આ બધુ સંસારનું નાટક જોઈ આદ્રકુમાર તે તાજુબ થઈ ગયા. એક પછી એક સર્વેની સામે જોવા લાગ્યા. પેલા દેવતાનું કથન યાદ કરવા લાગ્યા. “નક્કી દેવવાણી આજે સત્ય થઈ. ભવિતવ્યતાં ક્યારે પણ અન્યથા થતી નથી. ઈરછા નહિ છતાં એ મહામુનિ ભવિતવ્યતાને વશ થઈ શ્રીમતીને પરણ્યા, પિતાને મુનિશ તજી ગૃહસ્થ થયા. તેમની આવી પ્રવૃત્તિથી સર્વ લેક પ્રસન્ન થયા. એ રીતે આદ્રકુમારમુનિ, મુનિ મટીને પાછા ગૃહસ્થ બન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com