________________
વહેમ.
(૨૩), વિચારમાં ને વિચારમાં શ્રેણિકને નિદ્રા આવી નહિ, બાકીની બધી રાત્રિ એમજ પસાર થઈ ગઈ. પ્રાતઃકાળ થયે પણ અત્યારે રાજાનું હદય ઈર્ષ્યાથી સળગતું હતું. પિતાની બીના શિયળ સંબંધી શંક્તિ થયેલે પુરૂષ કોણ ધીરજ ધરી રહે . શંકા પડી કે તરત જ શિક્ષા કરવાને પુરૂષે અધિરા થઈ જાય છે. આવી બાબતે નિર્માલ્ય પુરૂષ જ સહન કરે છે. બાકી તો કેટલાક ઉતાવળીયા પુરૂષે એડનું ચોડ કરી નાખે છે, પછી પાછળથી ભલે ને પશ્ચાત્તાપ કરે.
આવા જ ઉતાવળીયા સ્વભાવવાળો શ્રેણિક પણ બુદ્ધિમાન છતાં અવિચારી કામ કરવાને તત્પર થઈને એ સ્થિતિમાં પુરૂષ પ્રિયાને જરાપણ અપરાધ સહન કરતા નથી. સ્ત્રી ઉપર પુરૂષની ગમે તેટલી અને ગમે તેવી પ્રીતિ હોય તે પણ તત્કાલ તેને નાશ થઈ પુરૂષ ઈર્ષ્યાળુ બની જાય છે.
પ્રાત:કાળે રાજાએ ચેલણાને અન્તઃપુરમાં જવાની આજ્ઞા કરી અને પોતે અભયકુમારને બોલાવી કહેવા લાગે “વત્સ ! મારૂં અન્ત:પુર બધું દુરાચારથી દુષિત થઈ ગયું છે માટે તેને હું હુકમ કરું છું કે તું તે અન્તઃપુરને બાળી નાખ.”
પિતાની આજ્ઞા સાંભળી પુત્ર વિચારમાં પડે. પિતાની સામે જ જોઈ રહ્યો “પિતાજી! આપ શું કહી રહ્યા છે? શું કરી રહ્યા છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com