________________
(૨૧૦)
મહાવીર અને શ્રેણિક, વારંવાર વિષયમાં, ભેગમાં જતા મનને ખેંચીને નંદીષેણ મુનિ ધ્યાનમાં એકાગ્ર કરવા લાગ્યા. સ્મશાનભૂમિ ઉપર ઉભા રહીને ઘેર આતાપના કરવા લાગ્યા. અનેક રીતે કાયાને દમવા છતાં ઈદ્રિના વિકારો બલાત્કારે ઉઠતા ત્યારે વ્રતભંગથી કાયર થયેલા નંદીષેણ સ્વયમેવ ઇદ્ધિને બંધ કરવાને પ્રવર્તતા હતા; પણ વ્રત લેતાં રેકનાર દેવતા તેના બંધને છેદી નાંખતે હતે. વ્રતભંગના ડરથી શાસ્ત્રવડે મૃત્યુ પામવાની તજવીજ કરતા હતા, પણ દેવતા તેના એ પરિશ્રમને ચર્થ કરી નાખતે હતે. મરવાની ઈચ્છાથી વિષભક્ષણ કરતા પણ એ વિષ તેમને અમૃતપણે પરિણમતું હતું. અગ્નિપ્રવેશ કરતા તે અગ્નિ પણ શીતલ થઈ જતું હતું. પર્વત ઉબરથી ઝંપાપાત કરતા તે દેવતા એમને વચમાંથી જ ઝીલી લઈને એક બાજુએ મૂકી દેતા હતા. અરે નદી! મારૂં વચન કેમ સંભારતા નથી? રે દુરાગ્રહી! તીર્થકરો પણ ભાગ્ય ફળકર્મને ભેગવ્યા વગર તેને ટાળવાને સમર્થ થતા નથી તે તમે પ્રતિદિવસ વૃથા પ્રયતન શા માટે કરે છે?”
દેવતા વારંવાર તેને આ પ્રમાણે કહેતા છતાં વ્રત ભંગના ભયથી ભય પામેલા નંદીષેણે દેવતાનું કથન માન્ય કર્યું નહિ. તેઓ બલાત્કારે પણ મનને કાબૂમાં રાખવા લાગ્યા. - છતાં એમનું ભેગકર્મ ફળ તીવ્ર હતું. એ ફળ ભગવ્યા વગર એમને છુટકા નહોતે. આખરે એક દિવસ તેમને આવી પહોંચે. જે દિવસના મધ્યાન્હ સમયે આહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com