________________
(૨૨૮)
મહાવીર અને શ્રેણિક,
કર્યું" અને કેવી રીતે ભાગવ્યું. ” મગધપતિએ સ્પષ્ટતા
કરવાને કહ્યું.
6.
તમારા શહેરની નજીક શાળી નામે ગામમાં ધનમિત્ર નામે શ્રેષ્ઠિ રહેતા હતા, તેને ધનશ્રી નામે પુત્રી હતી. અન્યફ્રા એ શ્રેષ્ઠી પુત્રીના વિવાહ ઉત્સવ આવ્યા, તેવામાં ગ્રીષ્મ - તુમાં વિહાર કરતા કેટલાક સાધુએ ત્યાં આવ્યા. શ્રેષ્ઠીએ સા એને વહેારાવવાને ધનશ્રીને આજ્ઞા કરી, પિતાની આાજ્ઞાથી સાધુઓને વહેારાવતાં ધનશ્રીએ પરસેવાથી જેમનાં અંગ મલીન થયાં છે એવા સાધુઓને જોઈ મનમાં વિચાર કરવા લાગી. ” અર્હત ભગવાને જે ધર્મ કહ્યો છે તે ઋષી રીતે નિર્દોષ છે. પણ પ્રાસુકતાથી સ્નાન કરવાની મુનિઓને આજ્ઞા આપી હાત તે શું દોષ હતા ?
મનના એ વિચાર વડે કરીને બાળાએ તીવ્ર દુષ્ટકમ ખાંધ્યું. તેની આલોચના કર્યા વગર અન્યઢા મૃત્યુ પામીને તે ખાળા વેશ્યાના ગર્ભ માં આવી. ગર્ભમાં રહેલી પણ તે બાળા માતાને ઘણીજ અતિ આપવા લાગી, વેશ્યાએ ગપાતનાં ઘણાં ઔષધ ખાધાં પણ એ ગર્ભ પડયા નહિ, કની શકિત આગળ ઔષધ કાણુ માત્ર છે. ?
વેશ્યાએ એ પુત્રીને જન્મ આપ્યા. પૂર્વ કર્મોના યોગથી જન્મતાંજ તેના શરીરમાંથી અત્યંત દુર્ગંધા નિકળવા માંડી એ દુર્ગંધાને વેશ્યા પણ ન સહન કરી શકવાથી પાતાના ઉત્તરમાંથી ઉત્પન્ન થયા છતાં તેને વિદ્યાની જેમ તજી દ્વીધી. એ બધા પૂર્વ ભવે કરેલી મુનિની જુગુપ્સાના દોષ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com