________________
(૨૩૦)
મહાવીર અને શ્રેણિક એવામાં કેઈ ગોવાલણ ત્યાંથી નીકળી, તેણે આ બાળકોને જોઈ પિતાને પુત્ર પુત્રી કાંઈ ન હોવાથી આ કન્યાને પોતાની પુત્રી તરીકે માની લઈ લીધી. પિતાની પુત્રીની જેમ તેનું પાલન કર્યું. વર્ષોના વિતવા સાથે એ બાળા યૌવનવતી થઈ. કામી પુરૂષના મનને હરનારી એ મૃગલે ચને યોવનને આંગણે આવી.
* અન્યદા કૌમુદી ઉત્સવ આબે, શૃંગારરસના નાટકમાં સુત્રધાર સમ એ કૌમુદી ઉત્સવ ઉજવવાને નગરના યુવાન પુરૂષ અને યુવતીઓ વનવિહાર કરવાને એક ઉદ્યાનમાં આવ્યાં. પેલી ગોપાલ કન્યા પણ પોતાની વાલણ માતાની સાથે ઉત્સવ જેવાને આવી. રાજા શ્રેણિક પણ અભયકુમારની સાથે એ ઉત્સવમાં ભાગ લેવાને આવ્યું.
એ મોટા ઉત્સવમાં એકબીજાના સંસર્ગથી પેલી મનેહર કાંતિવાળી ગોવાળ કન્યાના સ્તન ઉપર મગધપતિને હાથ પડે. એ ઉંચા કઠીણ સ્તનના કોમલ સ્પર્શથી એ આભીર કન્યા ઉપર રાજાને રાગ ઉત્પન્ન થયે. રાજાએ તત્કાળ પોતાની મુહિકા એ આભીર બાળાના વસ્ત્રને છેડે તે ન જાણે તેમ બાંધી દીધી. બાળાને મેવાવવાનો કે સરસ ઉપાય ? - થેડીવાર પછી શ્રેણિકે અભયકુમારને કહ્યું,” મારૂં ચિત્ત વ્યગ્ર થતાં મારી મુદ્રિકા કઈ હરી ગયું છે. માટે મા.
મુદ્રિકાના ચેરને તું સત્વર શોધી કાઢ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com