________________
(૨૪૨)
મહાવીર અને શ્રેણિક અનાર્યમાં ઉત્પન્ન થયો કે જ્યાં ધર્મ સામગ્રી જામલી શકે નહિ. હા! હવે મારું શું થશે?”
“ત્રીજે ભવે મગધદેશને વસંતપુર નગરમાં હું એક કણબી હતા, બંધુમતી નામે મારી સ્ત્રી હતી. અન્યદા સુસ્થિત નામે આચાર્ય પાસેથી આહંતધર્મ પામી અમે બન્ને જણાંએ દીક્ષા ગ્રહણ કરી. ગુરૂની સાથે વિહાર કરતે હું અન્યદા એક શહેરમાં આવ્યા. ત્યાં મારી સ્ત્રી બંધુમતી પણ બીજી સ્ત્રીઓ સાથે વિહાર કરતી કરતી સાધ્વીઓ સાથે તે શહેરમાં આવી. એક દીવસે તેને જેવાથી મને એની સાથે ભેગવેલી વિષય ક્રિડા યાદ આવી. તેથી હું સાધુ છતાં તેણીનામાં અનુરાગી થયે. અને બીજા સાધુને તે વાત મેં કહી સાધુએ પ્રવત્તિનીને કહ્યું, એ પ્રવત્તિનીએ બંધુમતીને કહ્યું, ગુરણીનું વચન સાંભળી બંધુમતી ખેદ પામતી બોલી. “હે સ્વામિની! એ ગીતાર્થ થયેલ સાધુ પણ મર્યાદાનું ઉલંધન કરશે, તે મારું શું થશે? સંસારમાં તે મર્યાદા એજ મેટી ચીજ છે, મર્યાદાથી સમુદ્ર પૃથ્વીને ડુબાડતો નથી. હું કદી દેશાંતરે જઈશ તે તે મહાનુભાવ મને પરદેશ ગયેલી જાણી મારી પાછળ આવશે, પણ રાગને છોડશે નહિ. માટે ભગવતી મને અણસણ કરાવે, કે જેથી મારું અને એમનું શીલવત અખંડ રહે. ”
ગુરૂણી પાસેથી અનશનવ્રત ગ્રહણ કરી મારી સી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com