________________
હસ્તિ તાપસેના આશ્રમમાં.
(ર૪૩) બંધુમતીએ થુંકની જેમ પોતાના પ્રાણને લીલામાત્રમાં તજી દીધા, અને તે દેવપણાને પ્રાપ્ત થઈ. | બંધુમતીને મૃત્યુ પામેલી સાંભળી મને પશ્ચાતાપ થયે “અરે! ખચીત મેં આ દુષ્કર્મ કર્યું. એ મહાનુભાવા તે વ્રતભંગના ભયથી મૃત્યુ પામી ને હું તે હજી વ્રતસંગ થયા છતાં પણ જીવું છું. હા! ધિક્કાર છે! મેં પણ તરત જ અનશન વ્રત ગ્રહણ કર્યું..
અનશનવ્રતથી મૃત્યુ પામીને દેવકમાં હું દેવતા થયે ત્યાંથી આવીને હું અહીં અનાર્યદેશમાં ધર્મવતપણે ઉત્પન્ન થયેલ છે. અહીંયાં ધર્મનું નામ પણ દુર્લભ તે પછી ધર્મની બીજી વાતે તથા કૃત્યે તે ક્યાંથી હોય? અહા ! એ મહાન બુદ્ધિવંત ઉપકારી અભયકુમાર ન મળે હત તે મારું શું થાત? અહીંથી હું કયી દુર્ગતિમાં જાત? આવા અનાર્યદેશમાં ઉત્પન્ન થયા છતાં મારું ભાગ્ય હજી જાગ્રત છે કેમકે આવું આલંબન મળે છે. હવે હાલમાં તે આ આદિશ્વર ભગવાનની પ્રતિમાં એજ મારે આલંબન તે સિવાય ધર્મવર્જીત આવા અનાર્ય દેશમાં હું વિશેષ શું કરી શકું?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com