________________
દુર્ગધારાણી.
(૨૩૩) એક દિવસ રાજા રાણીઓ સાથે પાસા વડે રમત રમત હતું. તેમાં એવું પણ કર્યું કે જે જીતે તે હારેલાની પીઠ ઉપર ચડે.”
એ રમતમાં બીજી કુળવાન રાણુઓ રાજાને જીતતી ત્યારે પિતાને જય જણાવવાને ટે માત્ર રાજાની પીઠ ઉપર પિતાનું વસ્ત્રનાખતી હતી. પણ જ્યારે પેલી વેશ્યા પુત્રી દુર્ગધાને વારે આવ્યા. અને તેણે રાજાને જીતી લીધે ત્યારે તે કઠીણ હૃદયવાળી થઈને રાજાની પીઠ ઉપર ચડી ગઈ. તે વખતે ભગવાનનું વચન સાંભળવાથી રાજા ખડખડાટ હસી પડશે.
રાજાના અકસ્માત્ હસવાથી પીઠ ઉપર ચડેલી દુર્ગધા ખસીયાણી પડી ગઈ. તે ઝટ નીચે ઉતરી ગઈ અને હાસ્યનું કારણ તેણે રાજાને પૂછયું.
રાજાએ તેના જવાબમાં ભગવાને કહ્યું હતું તે પ્રમાણે પૂર્વભવથી માંડીને અત્યાર પર્યતનું તેનું સર્વ વૃતાંત કહી સંભળાવ્યું પિતાનું ચરિત્ર સાંભળી દુર્ગધાને વૈરાગ્ય આવવાથી વિનયપૂર્વક સ્વામીની અનુમતી મેળવી ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી પિતાનું આત્મકલ્યાણ સાધ્યું
0000
so.,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com