________________
દુર્ગધારાણી.
(૨૩૧) જે ઉદ્યાન વનવિહાર માટે નિયત કરવામાં આવ્યું હતું, તેના દરવાજા બાજુના અભયકુમારે બંધ કરાવી દીધા. ને એક એક માણસને તપાસીને બહાર કાઢવા માંડયા. બુદ્ધિના ભંડાર અભયકુમારને સર્વનાં વસ, કેશ, મુખ વગેરે તપાસવા માડયાં. અનુક્રમે પેલી આભીરકુમારી આવી. તેના વસ્ત્રોની તપાસ કરતાં વસ્ત્રને છેડે બાંધેલી રાજાની મુદ્રિકા અભયના જોવામાં આવી. તેના વસ્ત્રને છેડે એ મુદ્રિકા જોઈ અભયે પૂછયું, “હે બાળે! આ મુદ્રિકા તેં શા માટે લીધી હતી?”
અભયના જવાબમાં બાળા પોતાના કાને બે હાથ મુકતી બોલી. “મહારાજ ! હું કાંઈ એમાં જાણતી નથી.”
તું કંઈ જાણતી નથી? સત્ય કહે છે કે તું કઈ એણતી નથી ? તે તારા છેડામાંથી મુદ્રિકા કયાંથી નીકળી?” ફરીને પૂછ્યું.
“મને એની કંઈ પણ ગમ પડતી નથી કે મારા વસ્ત્રને છેડે કેણે બાંધી અથવા તો કેવી રીતે આવી. હું એમાં નિર્દોષ છું.
અભયકુમારે એ બાળાની સામે જોયું એને લાગ્યું કે આભીર કન્યા નિર્દોષ છે ત્યારે આ બન્યું કેમ? જરૂર આ અંદર આભીર કન્યા ઉપર પિતા રક્ત થયા હશે. એને ગ્રહણ કરવાને માટે હવશ થયેલા રાજાએ પ્રેમની નિશાની તરીકે આ મુદ્રિકા એંધાણુ સારૂ બાંધી હશે “એમ વિચારી
તેણે આભીર કન્યાને કહ્યું” બાળા! કદાચ તું નિર્દોષ હશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com