________________
હસ્તિ તાપસના આદમમાં.
(૨૩૫); હેત તે જરૂર આ મહર્ષિને વંદન કરી મારા આત્માને પવીત્ર કરતાં પણ આવા સાંકળના ગાઢ બંધનથી બંધાયેલે હું શું કરું? એ પ્રમાણે વિચાર કરતા હાથીની પાસેથી મુનિ નીકળ્યા, એટલે ગરૂડના દર્શનથી જેમ નાગપાશ તુટી જાય તેમ હાથીની લેહ શૃંખલા પણ મુનિવરના દર્શનથી તુટી ગઈ. જેથી હાથી મુનિવરને વાંદરાને ચાલે. - હાથી મુનિવરને વંદના કરવા માટે તેમની તરફ જતે જોઈ લેકએ વિચાર્યું કે નકકી આ હાથી મુનીવરને મારી નાખશે. આ સાધુના દિવસો હવે ભરાઈ ગયા છે. એમની આયુષ્યની દોરી હવે પુરી થઈ ગઈ છે. એમ બોલતા જેને
જ્યાં ફાવ્યું ત્યાં હાથીના ભયથી પલાયન કરી ગયા. પણ. પિતાના પાંચસે શિષ્યોની આગળ મોખરે એ મુનિવર તો સ્થિર અડગ ઉભા રહ્યા. ગજે તેમની પાસે આવીને તેમને નર્યો. પિતાનું કુંભસ્થલ નમાવી મુનિવરને પ્રણામ કર્યા. મુનિવરના ચરણને પિતાની સુંઢ પ્રસારી સ્પર્શ કરી પિતાને આત્મા પવિત્ર કર્યો. પરમ શાન્તિને પામેલે હાથી ઉભે થઈ ભક્તિથી ભરપુર દ્વષ્ટિએ મુનિવરને જેતે ને ઉલ્લાસ પામતો અરણ્યને માર્ગે ચાલ્યા ગયે મુનિવરના આવા મહાન પ્રભાવથી અને હાથીના ભાગી જવાથી તાપસે મુનિવર ઉપર ગુસ્સે થયા ને તેમની સાથે ક્રોધથી ધમધમીત થયેલા લડવાને આવ્યા.
એ શાંત રસના નિધાન અને દયાના સાગર મુનિવરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com