________________
(૧૮)
મહાવીર અને શ્રેણિક - નંદીષેણનું આવું આચરણ ઈ વેશ્યા વિલખી થઈ ગઈ. “સ્વામી ! એ તે માત્ર મેં મશ્કરીમાં કહ્યું છે.”
તે એ તારી મશ્કરી સત્ય કરવી એ મારું કામ છે.” વેશ્યાએ મુનિને અટકાવવાને ઘણાય પ્રયત્ન કર્યા પણ હવે કાંઈ વળે એમ નહતું; પણ મુનિનું ભેગક ક્ષય થઈ ગયું હતું જેથી મુનિ પણ શુદ્ધ થઆ હતા. આ વેશ્યાના અનેક પ્રયત્નો છતાં ત્યાગમાં જ પ્રીતિવાળા, વિષ્ટાની જેમ ન છૂટકે જ ભેગેને ભેગવનારા નંદીષણ ત્યાંથી એ વેશ્યાના સનેહાગારમાંથી મુનિવેશ ધારણ કરીને વીર ભગવાન પાસે ચાલ્યા ગયા. દુષ્કૃત્યની નિંદા અને પાપની આલેચના કરી પુનાદીક્ષા ગ્રહણ કરી ભગવાનની સાથે વિહાર કરતા, તીવ્ર તપશ્ચર્યા કરતા. વ્રતને રૂડી રીતે પાળીને દેવતા થયા. નમન છે એવા દશક્તિવાળા મહાપુરૂષ નંદીષેણને !
- પ્રકરણ ૨૭ મું.
એક સ્થંભવાળો પ્રાસાદ. ચેલણાના શિયલ ઉપરથી શંકા ટળી ગયા પછી રાજા તેના ઉપર અધિક પ્રીતિ ધારણ કરવા લાગ્યા. જે થયું તે સારું થયું નહીંતર પરિણામ કેવું ભયંકર આવત. રાજાને મનમાં પશ્ચાત્તાપ થયે “અરે વગરવિચાર્યું ને ઉતાવળે કામ કરવાથી પરિણામ કેવું ભયંકર આવે છે? સારું થયું કે અભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com