________________
(૨૧૬)
મહાવીર અને શ્રેણિક મુનિના મેળામાં બેસી અનેક ચેનચાળા કરવા લાગી. ભેગને માટે તે આકુળવ્યાકુળ થવા લાગી.
ભેગને માટે આતુર થયેલી રમણને જોઈ મુનિ બેલ્યા. બાલે! જે તારી આગળ હું એક પ્રતિજ્ઞા કરું છું. તે જે તારે માન્ય હોય તે હું તારી સાથે પ્રીત બાંધુ.”
અને તે પ્રતિજ્ઞા?” રમણીએ આતુરતાથી પૂછયું.
પ્રતિદિવસ મારે દશ અથવા તેથી વધારે માણસને પ્રતિબોધવા, અને જે તેટલા બધ ન કરૂં તે મારે દીક્ષા ગ્રહણ કરવી.”
આપનું વચન મારે માન્ય છે. નંદીષણનું વચન વેશ્યાએ માન્ય કર્યું. | મુનિને વેશ ત્યાગ કરીને નંદીષેણ ગૃહસ્થપણે થઈ વેશ્યાના વ્યાકુલ હૃદયને પ્રેમવાત દઈ શાંત કરી. ત્યારથી વેશ્યાને ત્યાં પ્રતિદિવસ નવાં નવાં સુખ ભોગવવા લાગ્યાં.
વેશ્યા સાથે સુખ ભેગવતાં નંદીષેણને બાર બાર વર્ષના બહાણાં વહી ગયાં. તે દરરોજ દશ દશ જણને પ્રતિબોધી વિર ભગવાન પાસે દીક્ષાને માટે મોકલતા હતા. એ બાર વર્ષ દરમીયાન એમનું ભેગ કર્મ ક્ષીણ થઈ ગયું હતું. જેથી નંદીષેણ પણ દીક્ષાની ઉત્કંઠાવાળા થયા હતા. માત્ર સમયની જ તેઓ રાહ જોતા હતા. એક દિવસ એમને એ તક મલી ગઈ.
એક દિવસે નંદીએણે નવ જણને બંધ કર્યો. પણ દશમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com