________________
એક થંભવાળો પ્રાસાદ.
(૨૧) બતાવે. એ દેવકૃત પ્રાસાદ જોઈ શ્રેણિક મહાશ ઘણા ખુશી થયા છતાં અભયકુમારને કહેવા લાગ્યા. “વત્સ! મને તે માત્ર એક સ્થંભવાળા પ્રાસાદની જરૂર હતી. તેમાં સર્વત્રતવાળું વન થયું એ દૂધનું પાન કરતાં એમાં સાકરના પડવા જેવું થયું.”
શ્રેણિક મહારાજે ચેલણાને તે પ્રાસાદમાં રાખી તેથી પદ્મહદમાં રહેલી લક્ષમી જેમ પિતાના પરિવાર સહિત શોભતી હતી તેમ ચેલણ આ પ્રાસાદમાં શોભવા લાગી. એકસ્થંભી પ્રાસાદમાં રહેલી ચેલ્લણ રોજ નવનવા પુષ્પોથી પુષ્પમાળાઓ ગુંથી સર્વ પ્રભુને પૂજી ધર્મ સાધના કરવા લાગી તેમજ એ પુષ્પમાળાઓથી પતિની ભક્તિ કરી પતિના કેશપાશને પૂરવા લાગી. તે રમણ આ ઉદ્યાનનાં પુષ્પને ધર્મ અને કામમાં સફલ કરતી સદા પુષ્પવાળા અને સદા ફલવાળા તે ઉપવનમાં સાક્ષાત વનદેવીની માફક પતિ સાથે ક્રીડા કરતી હતી.
તે નગરમાં રહેનારી માતંગીને અકાળે આમ્રફલ બાવાની અભિલાષા થવાથી પિતાના પતિને તેણે પિતાની ઈચ્છા જણાવી. તેના જવાબમાં તેણુના ધણીએ કહ્યું-“અરે મૂઢ સ્ત્રી! આજે અકાલે આમ્રફલ કયાંથી?”
સ્વામી! આજે અકાલે પણ ચલ્લણ રાણેના ઉદ્યાનમાં આમ્રફલો છે, માટે મને લાવી આપી મારો દેહદ
પૂરે કરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com