________________
(૨૨)
મહાવીર અને શ્રેણિક. - “ ત્યાં મરવાને માટે મને મોકલે છે કેમ? રાજા જાણે તે મારી શી સ્થિતિ કરે તે તને ખબર છે કે?”
“રાજા તે જાણશે ત્યારે શિક્ષા કરશે પણ હું તે જે તમે નહિ લાવી આપે તે તેના વગર મારી દે છેડી દઈશ.”
તું કાલે મરતી હે તે આજ મરી જાને, પણ તારા માટે હું મારા પ્રાણને સંકટમાં નાખીશ નહિ, સમજી?”
આહા ! તમારી જેવા પતિને પામેલી સ્ત્રીઓ ખરેખર નિભાગીણી હોય છે. એક સ્ત્રીના ખાતર પુરૂષો કેટલું બધું કરી છૂટે છે, તે તમે કાં નથી જાણતા? સીતાજીને મેળવવાની ખાતર રામે કેટલું બધું કર્યું જ્યારે તમારા જેવા નિર્માલ્ય પતિ પતાની પ્રિયાને સંતોષવા કાંઈ પણ કરવાને સમર્થ નથી.”
ઠીક છે રાતના વાત. પ્રાત:કાળે તારે દેહદ હું પૂર્ણ કરીશ. શાંતિ રાખ.” માતંગપતિ એ દિલાસો આપે.
મધ્યરાતના માતંગપતિ ઉદ્યાનની સમીપે આવ્યું. ત્યાં આમ્રવૃક્ષે સદા ફલવાળાં ને ઉંચે રહેલાં એના જેવામાં આવ્યાં. ભૂમિ ઉપર રહેલે તે પાકાં એવાં આમ્રફલને જોવા લાગ્યું. ક્ષણમાત્રમાં અવનામિની વિદ્યાર્થી એ આમ્રફળવાળી શાખાને ચાંડાલે નીચે નમાવી, આમ્રફલની લુંબ તેડી લીધી ને તે પિતાને સ્થળે ચાલ્યા ગયે.
પ્રાત:કાળે ચેલણાએ તેડેલાં ફલવાળી આમ્રવૃક્ષની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com