________________
નહિષણ.
(૨૦૯) - “વત્સ ! જ્યાં લગી ભેગકમ પડેલું છે ત્યાં લગી તારી ક્રિયા ફળવાળી થવાની નથી. અકાલે કરેલી ક્રિયા ક્યારે પણ ફળવાળી થાય છે કે ? ”
“સાધુપણામાં મગ્ન એવા મને એ કર્મ શું કરી શકનાર છે?” દેવતાના વચનની અવગણના કરીને ચારિત્ર લેવાની ઉત્કંઠાવાળે તે પ્રભુની સમીપે આવ્યો. પ્રભુ પાસે દીક્ષાની પ્રાર્થના કરી, પ્રભુએ પણ તેને સમજાવ્યું છતાં ચારિત્ર લેવાની તીવ્ર આકાંક્ષાવાળા નંદીષેણે ઉતાવળથી દીક્ષા ગ્રહણ કરી છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરતે નંદીષેણ ભગવાન સાથે વિહાર કરવા લાગ્યા. ગુરૂની પાસે બેસી સૂત્ર, સૂત્રાર્થ વિચારતા, એની સદહણ કરતા, એના અર્થનું સ્મરણ કરતા હતા, બાવીશ પ્રકારના પરીસાને સહન કરતા હતા, આવા ત્યાગી, તપસ્વી છતાં એમના મનમાં ભેગની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થવા લાગી. એ ભેગની ઈચ્છાને રોકવાને તેઓ અધિક અધિક પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ વિશેષપણે તપ કરવા લાગ્યા, આતાપના લેવા લાગ્યા સવિશેષપણે કાયાને આવી રીતે દમન કરતાં પણ ભેગકર્મના ઉદયથી અધિક અધિક ઇચ્છાઓ થવા લાગી. આત્મા સમર્થ છતાં, જાગૃત થયેલ હોવા છતાં, એમના મનમાં ભેગોના વિચારે વારંવાર થવા લાગ્યા. લાલસાઓ વધવા લાગી, વિષય ઉપર એમને પ્રાતિ થવા લાગી. પૂર્વ કર્મના ઉદયથી એમનું મન વારંવાર વિષયોમાં ભટકવા લાગ્યું-પ્રીતિ ધરવા લાગ્યું.
ન, ૧૪ ; . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com