________________
વહેમ.
(૨૭) થશે તે પતંગની માફક અગ્નિમાં પડીને પણ મૃત્યુ પામીશ, એમાં જરાપણ સંશય રાખશે નહિ.”
અભયકુમારનાં આવાં વચન સાંભળી શ્રેણિક મૂઢ જે થઈ ગયે. “અરે હાય મારૂં અન્તઃપુર! બધું વિના કારણે મેં દગ્ધ કરાવ્યું. મહાસતી ચેલ્લણ ઉપર ખોટી શંકા લાવી સમ
સ્ત અન્તઃપુરને મેં નાશ કરાવ્યું. હા! ચેલ્લણા ચેરણા!!! કરતે રાજા વિલાપ કરવા લાગે.” અરે વત્સ! મારા વચનથી પણ તે આવું અકાર્ય કેમ કર્યું?”
વિષપાન કરેલે માણસ ઝેરની અસર લાગતાં જેમ મૂચ્છિત થઈ જાય તેમ રાજા ચેaણા! ચલણા !” કરતે મૂછિત થઈ ગયે.
અક્ષયકુમારે શિતળ જળ સિંચન કરી રાજાને જાગૃત કર્યો “સ્વામિન! અન્તઃપુરમાં કુશળતા છે. કેઈ દુર્ભાગ્યના
મારી માતાઓ ઉપર આપે અવકૃપા કરી તેમને નિગ્રહ કરવાની મને આજ્ઞા કરી, પણ મેં આપની આજ્ઞાને અમલ કર્યો નથી, એ આપને અપરાધ થયા છે પિતાજી !”
અભયકુમારનાં વચન સાંભળી રાજા અધિક પ્રસન્ન થયે. “વત્સ! તે બહું સારૂ કર્યું છે. ત્યારે તે મારી આજ્ઞાને શી રીતે અમલ કર્યો?”
“પિતાજી! અત:પુરને બદલે અન્તઃપુરની નજીક ૨હેલી પર્ણ કુટીઓ મેં બાળી નાંખી છે, તમારી આજ્ઞા પણ
હું વિચાર કર્યા વગર અમલ કરૂં તે નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com