________________
નંદિપેણ
(૨૧૧) માટે પરિભ્રમણ કરતા નદીષેણ મુનિ ભવિતવ્યતા ને એક વેશ્યાના ઘરમાં પિઠા. ત્યાં વેશ્યાની આગળ ધર્મલાભ કહીને ઉભા રહ્યા.
વેશ્યા મુનિને જોઈ ઉભી થઈ. એમની સામે જોઈ રહી. નંદણ રાજકુમાર હતા. આટઆટલી તપશ્ચયથી શરીર કૃશ થયું છતાં એમનું સ્વભાવિક સૌંદર્ય હજી નષ્ટ થયું નહતું.
અવસ્થા પણ તરૂણ હતી. એ સુંદર સાધુપુરૂષને ધર્મલાભ જોઈ વેશ્યા હસી. “સ્વામિ ! અહીયાં તે અર્થલાભ જોઈએ, ધર્મલાભ નહિ.”
યુવાન, સુંદર સાધુને જોઈ વેશ્યા પણ રાગવાળી થઈ. એનું ચિત્ત સાબુમાં રાગયુક્ત થયું. રાગયુત ચિત્તે વેશ્યા સાધુને જોઈ રહી. “અર્થલાભ છે તમારી પાસે? તમે તે સાધુ સંન્યાસી થયા છે. તમારી પાસે અર્થલાભ તે કયાંથી હેય!”
શું તારે અર્થલાભ જોઈએ છે કે?” “હા! સ્વામિન!”
“તે લે તારે અર્થલાભ.” મુનિએ એક તૃણ ખેંચીને લબ્ધિવડે ધનને ઢગલે કરી દીધા. મુનિ તેના ઘરમાંથી બહાર નિકળવા લાગ્યા.
| મુનિની આવી અનુપમ શક્તિને જે વેશ્યા એમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com